google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ચાવજ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને...

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ચાવજ ખાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ

ભરૂચ,
ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ધારાસભ્યના હસ્તે 15 લાખથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ તાલુકાના ચાવજ ગામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જીલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલ્વે સ્ટેશન મુખ્ય રોડથી રાધે ક્રિષ્ના સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોકમાંગને ધ્યાનમાં રાખી રૂ.4 લાખના ખર્ચે સી.સી રોડનું લોકાપર્ણ વિધિ યોજાઈ હતી.જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ ગામમાં 2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્કસની ઓરડી બનાવાનું કામ,રૂ.5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીના કામ, રૂ.3.71 લાખના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવાનું કામ,રૂ.2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોઈલેટ બાથરૂમ બનાવાનું કામના ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી.આ પ્રસંગે ગામનાં યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડે.સરપંચ સહદેવ વસાવા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસથિત રાધે ક્રિષ્ના સોસાયટીના રહેવાસીઓ તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!