google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ મુદ્દે ફરી વિવાદમાં આસપાસના ગ્રામજનો પુનઃ મેદાનમાં ઉતરી...

ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ મુદ્દે ફરી વિવાદમાં આસપાસના ગ્રામજનો પુનઃ મેદાનમાં ઉતરી વિરોધ કરી બંધ કરવાની માંગ ઉઠાવી

- કંથારીયા નજીકની ખેડૂતની જમીન ભારે રાખી ત્રણ વર્ષથી ચાલતી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટનો કચરો સળગાવતા ધુમાડાથી ગ્રામજનો રોગચાળામાં સપડાતા હોવાના આક્ષેપ - ભરૂચ નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે વાગરાના સાયખા જીઆઈડીસીમાં જમીન ખરીદી છતાં ડમ્પિંગ સાઈટ કાર્યરત નહિ

ભરૂચ,
ભરુચ નગર પાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારીયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચાલી રહી છે અને આ ડમ્પિંગ સાઈટ ઉપર મરેલા પશુઓના નિકાલ સાથે ધન કચરાને સળગાવી ધુમાડો કરવામાં આવતા ઉનાળાના તાપમાનની ગરમી સાથે ધુમાડાની ગરમી અને દુર્ગંધથી ગ્રામજનો રોગચાળામાં સપડાતા હોવાના આક્ષેપ અને ડમ્પિંગ સાઈટ બંધ કરવાની માંગ સાથે ગ્રામજનો પુનઃ મેદાનમાં ઉતર્યા હતા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કંથારીયા ગામની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલી રહી છે અને આ વાતથી જીપીસીબી પણ અજાણ નથી.પરંતુ પાલિકા અને જીપીસીબીના અધિકારીઓની લાપરવાહીથી ગ્રામજનો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટમાં શહેર માંથી એકઠો થયેલો ઘન કચરાને ત્યાં ડમ્પ કરી સળગાવવામાં આવતા સમગ્ર વાતાવરણમાં ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે.જે વાતાવરણ આસપાસના ગ્રામજનો માટે નર્કાગાર સ્થિતિ સર્જી રહ્યું છે.નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઈડ બંધ કરી દેવા માટે વારંવાર રજૂઆત અને વિરોધ કરવા છતાં પાલિકાના સત્તાધારીઓ તારીખો પર તારીખો અને મહિનાઓ વિતાવતા છતાં પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ ન બંધ કરાતા ગ્રામજનો દ્વારા પુનઃ એક વખત વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામની સીમા ચાલતી ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટને ચાર મહિના ચાલુ રાખવા ચીફ ઓફિસરની આજીજી ને લઈને ગ્રામજનો સંમત થયા હતા પરંતુ ચારના આઠ મહિના વીતી ગયા હોવા છતાં નગરપાલિકાને હજુ ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ન મળતી હોય અને ગેરકાયદેસર માનવ વસ્તી ધરાવતા ગામમાં એક ખેડૂતની જમીન ભાડે રાખી તેની ઉપર ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ઉપર ઘન કચરાનો નિકાલ કરી તેને સળગાવી વાયુ પ્રદુષણ કરવા સાથે ઘન કચરા સાથે મરેલા પશુઓના નિકાલ કરવામાં આવતા મોડી રાત સુધી અત્યંત તીવ્ર દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠતા પુનઃ એક વાર ગ્રામજનો ડમ્પિંગ સાઈટ કાયમ માટે બંધ કરવા મેદાનમાં ઉતર્યા છે અને હવે નો તારીખ,નો મુદ્દત ના સંકલ્પ સાથે ડમ્પિંગ સાઈટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે.
તો બીજી બાજુ ઉનાળા કાળઝાળ ગરમી છેલ્લા ત્રણ દિવસથી વરસી રહી છે જેના પગલે ડમ્પિંગ સાઈટ ઉપર નિકાલ કરવામાં આવતો કચરો દુર્ગંધ વધુ મારી રહ્યો છે તો આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે.ત્યારે નગરપાલિકાએ ખેડૂતની જમીન ઉપર ઉભી કરેલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટમાં ઘન કચરાના કારણે વરસાદી પાણી નીકળશે જે દુર્ગંધ મારશે તો ગ્રામજનોને ઘરમાં જ પુરાઈ રહેવું પડશે અને દુર્ગંધ વાળું વરસાદી પાણી આજુબાજુના ખેડૂતોની જમીનમાં પહોંચશે તો ખેડૂતોના પાકને પણ નુકશાન સાથે ખેતી નિષ્ફળ રહેશે જેવો ભય ઉભો થયો છે.જેના કારણે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે.તો ડમ્પિંગ સાઈટ ઉપર કચરો સળગાવવામાં આવતા ધુમાડો આદિવાસી વિસ્તારો તરફ જતા ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને રોગચાળામાં સપડાય રહ્યા છે.જેના પગલે ઘણા લોકોને ગ્રામજનોએ દવાખાના સુધી લઈ જવાની ફરજ પડે છે.

છેલ્લા ત્રણ વર્ષથી પાલિકા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ ચલાવી રહી છે અને આઠ મહિના પહેલા નગરપાલિકાએ ત્રણ મહિના માટે ડમ્પિંગ સાઈટ ચલાવવા માટે ગ્રામજનોને લેખિતમાં કહ્યું હતું.પરંતુ ત્રણ મહિના આજે આઠ મહિના વીતવા છતાં ડમ્પિંગ સાઈટ બંધ નહિ થતા અને ચાલુ જ રહેતા ગ્રામજનો પુનઃ એક વાર મેદાનમાં ઉતર્યા છે.ત્યારે જોવું એ રહ્યું કે ગ્રામજનોનો ડમ્પિંગ સાઈટ બંધ કરાવવાનો વિરોધ ક્યાં સુધી ચાલે છે કે પછી અધિકારીઓ પુનઃ એકવાર લોલીપોપ આપી ડમ્પિંગ સાઈટ ચાલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!