google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratભરૂચ પાલિકાએ વીજ કંપનીના નાણાંની ભરપાઈ નહિ કરતા સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાયા...

ભરૂચ પાલિકાએ વીજ કંપનીના નાણાંની ભરપાઈ નહિ કરતા સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાયા : વિપક્ષ આવતી કાલે પાલિકાનો ઘેરાવ કરશે

- લોકોને વેરા ભરવા ઢોલ નગારા વગાડતી પાલિકા પોતે જ નાદાર - ફરી ટુકડે રૂપિયા ભરી શાખ બચાવવા ભાજપ શાસકોના ધમપછાડા

ભરૂચ,

ભરૂચ શહેરની બે લાખ જનતા પાલિકાના પાપે અને અણઘડ વહીવટના કારણે ટૂંકા ગાળામાં ત્રીજી વખત અંધારા ઉલેચવા મજબુર બનતા વિપક્ષે આક્રોશ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ પાલિકામાં ભાજપના ૩૦ વર્ષના રાજમાં સામી લોકસભાની ચૂંટણીએ સ્થાનિક નેતાગીરી જ ધનોપનોત કાઢી રહી છે.સોમવારની રાતથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકાનું સાથે જ મુખ્ય માર્ગોનું વીજ જોડાણ કાપી નાખ્યું છે.વીજ કંપનીમાં પાલિકાએ વીજ બિલ રૂપિયા ૬ કરોડ ઉપરાંતનું ભરપાઈ કરવાનું છે.જ્યારે પાલિકા ટુકડે ટુકડે રકમ ભરપાઈ કરી રહી છે.ભરૂચમાં ભાજપ શાસિત પાલિકા વીજ બિલ અને નર્મદા નિગમમાં નીરને લઈ ૧૮ થી ૨૦ કરોડના દેવામાં છે.જેના પગલે શહેરના વિવિધ મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટોના જોડાણ વીજ કંપનીએ કાપી નાંખતા સમગ્ર ભરૂચના શહેરીજનો અંધાર પટ માં રહેવા મજબુર બન્યા છે.મુખ્ય માર્ગો ની સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાતા અકસ્માત અને ચોરીનો ભય ભરૂચવાસીઓને સતાવી રહ્યો છે.જેથી વિપક્ષ મેદાને ઉતર્યા છે અને ભાજપ શાસિત પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં વિપક્ષે ઉગ્ર આંદોલન કરવા સાથે પાલિકાનો ધેરાવો કરવાની ચીમકી વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે ઉચ્ચારી હતી.

વીજ કંપની દ્વારા શહેરના વિવિધ માર્ગોના સ્ટ્રીટ લાઈટ ના અગાઉના નાણાં ભરવાપાઈ ન કરવાના પગલે સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કપાયા છે.પાલિકા દ્વારા નિયમિત રીતે બિલો ભરવામાં આવે છે.પરંતુ અગાઉના બિલો બાકી હોવાના કારણે વીજ જોડાણ કપાયા છે.માત્ર ભરૂચ પાલિકા નહિ પંરતુ આમોદ,જંબુસર અને રાજપીપળા સહિતની પાલિકાના પણ વીજ જોડાણો કપાયા છે અને આગામી દિવસોમાં વીજ બિલોની ભરપાઈ કરી દેવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકા જ નહિ પરંતુ આમોદ અને જંબુસર પાલિકા દ્વારા પણ વીજ કંપનીના બીલની ભરપાઈ નહિ કરતા સ્ટ્રીટ લાઈટના જોડાણો કપાતા આમોદ અને જંબુસરના માર્ગો પણ અંધારપટ માં ફેરવાયા હતા.ત્યારે લોકો દ્વારા ટેક્ષની સમયસર ચુકવણી કરવામાં આવતી હોય તો પાલિકા દ્વારા આવી નિષ્ક્રિયતા સામે જવાબદારો સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!