google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratલો બોલો લાખો રૂપિયાનું આંધણ કર્યા બાદ ભરૂચ પાલિકાએ પાણીના એટીમએમ મશીન...

લો બોલો લાખો રૂપિયાનું આંધણ કર્યા બાદ ભરૂચ પાલિકાએ પાણીના એટીમએમ મશીન દૂર કર્યા

ભરૂચ,
ભરૂચ નગરપાલિકા હંમેશા ભ્રષ્ટાચારથી ખરડાયેલી રહી છે.હવે ભરૂચમાં ઉનાળાની ગરમીમાં ગરીબ જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે રહેલી પાણીની પરબો દુર કરી એટીએમ મશીનો મુકાવી લાખો રુપિયા નું આંધણ કરવા છતાં છ મહિના પણ મશીન કામ ન કરતા છેલ્લા ત્રણ વર્ષથી ભરઉનાળે પાણી વિના તરસવું પડે છે અને હાલ ભરઉનાળે બિન ઉપયોગી મશીનો દૂર કરવાની નોબત આવી છે.
ભરૂચ નગરપાલિકાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના સમયે શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે એટીએમ મશીન ભરૂચના વિવિધ ૧૦ સ્થળોએ મુકવામાં આવ્યા હતા.પરંતુ નગરપાલિકાના પાણીના એટીએમ મશીન છ મહિના પણ ચાલ્યા ન હતા અને એટીએમ મશીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકાના પાપે નાગરિકોને ભરઉનાળે પાણીની પરબ વિના તરસવું પડે છે.રૂપિયા બે માં મળતો પાણીનો પાઉચ બંધ થતા બે ઘૂંટ પાણી માટે પાંચ રૂપિયાની બોટલ ખરીદવી પડે છે અને પાલિકાએ પોતાનું પાપ છુપાવવા તાજેતરમાં જ બિનઉપયોગી બનેલા પાણીના એટીએમ મશીનો ચલાવવા માટે ભરૂચની સેવાભાવિ સંસ્થા ઈનરવ્હીલ કલબ ઓફ ભરૂચને આપ્યા હતા અને સેવાભાવી સંસ્થાના લોકોએ પણ ઉપર છલ્લું રીનોવેશન કરાવી ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવી પરંતુ એટીએમ મશીનો બંધ રહેતા આખરે ભરૂચ નગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા લાખો રૂપિયાના મશીન દૂર કરવાની નોબત આવી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાએ ભરઉનાળે ભરૂચના નગરજનોને પાણી વિના તરસે રાખ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!