google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ પાલિકા ખાતે વોર્ડ નં.૯ ના રહીશોનું હલ્લાબોલ કરી મુખ્યમાર્ગ પરના જર્જરિત...

ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નં.૯ ના રહીશોનું હલ્લાબોલ કરી મુખ્યમાર્ગ પરના જર્જરિત નાળા અંગે રજૂઆત

- વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી

ભરૂચ,
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર માં આવેલ મહંમદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લા બોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને એક અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો પોતે સ્વખર્ચે નાળુ તોડી સમારકામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે.તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે.જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહિ કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલ સહિતના વિપક્ષી સભ્યો સલીમ અમદાવાદી અને ઈબ્રાહીમ કલકલને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં આ નાળાની સફાઈ કરવામાં આવતી નથી અને હાલ જર્જરિત બની ગયું છે અહીંથી કલેકટર અને ડીએસપી સહિત ધારાસભ્ય અને અનેક લોકો પસાર થાય છે તેમ છતાં કોઈ સમારકામ કરવામાં આવતું નથી અને નાળાનું ગંદુ પાણી અમારા ઘરોમાં ભરાય જાય છે.અમે અમારા કામ ધંધા બગાડીને આજે પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હે.જો એક અઠવાડિયામાં કામ કરવામાં નહિ આવે તો અમે અમારા સ્વખર્ચે નાળું તોડી સમારકામ કરાવીશું અને કંઈક પણ થશેતો નગર પાલિકાની જવાબદારી રહેશે.
વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે વારંવાર વિપક્ષ દ્વારા આ મુદ્દે પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાં આ કામગીરી કરવામાં આવતી નથી એના કારણે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સત્તાધીશો એક અઠવાડિયામાં આનું નિરાકરણ નહિ લાવે તો સ્થાનિકો સાથે વિપક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ નાળાને નવું બનાવવા માટે ટેન્ડર પણ અપાઈ ગયું હોવા છતાં હજુ સુધી કામ શરુ કરવામાં આવ્યું નથી ત્યારે આ નાળા માંથી ગેસ કંપની દ્વારા લાઈન પણ નાંખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે પાલિકા ની બેદરકારીના કારણે અત્યાર સુધી આ નાળું બની શક્યું નથી અને તેમાં પણ હવે ગેસ લાઈન કાઢવા હવે મથામણ કરવાની જરૂર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!