google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, December 6, 2024
HomeCrimeલવ જેહાદના આરોપી આદિલને ભરુચ નામદાર કોર્ટે જામીન ન આપ્યા

લવ જેહાદના આરોપી આદિલને ભરુચ નામદાર કોર્ટે જામીન ન આપ્યા

- ખોટી ઓળખ આપી ખોટા આઈડી આપી માતા-પિતા,પત્નીને અંધારામાં રાખીને ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સામાં જામીન નામંજૂર

ભરૂચ,
તારીખ ૨૮/૧૨/૨૦૨૪ ભરુચ રૂરલ પો.સ્ટેમાં ઇપીકો કલમ ૩૭૬(૧), ૪૧૯, ૩૫૪(એ), ૩૫૪(ડી) વિગેરે મુજબ તેમજ આઈટીઆઈ એક્ટની કલમ ૬૫ બી મુજબ એક ગુનો તા.૫/૧/૨૪ ના રોજ નોંધાયેલો હતો, જેમાં એક નિર્દોષ ભોગ બનનાર કોલેજ કરતી વિદ્યાર્થિની સાથે આરોપીએ પોતાનું નામ બદલી હિન્દુ છોકરા તરીકે ઓળખ ઊભી કરી પોતાનું નામ આર્ય પટેલ જણાવી ફ્રેંડશિપ કરેલી અને પોતાના માતા-પિતા મરણ ગયેલ છે અને પાલક પિતા પાસે રહે છે. તેવો વિશ્વાસ ભોગ બનનાર પાસે મેળવી ગાઢ મિત્રતા કરવાનો પ્રયત્ન શરૂ કરેલો અને ભોગ બનનાર સાથે અવાર નવાર મોબાઈલ પર વાત ચિત કરી વોટ્સએપ કોલ કરેલા અને નિર્દોષ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દીધેલી એટલું જ નહીં ભોગ બનનાર સાથે બળ જબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરી જબરજસ્તી કરી સાથે ધમકીઓ આપેલી હતી અને તે બદલ FIR આરોપી સામે થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ભરૂચના મહેરબાન ત્રીજા એડિશનલ ડી. એન્ડ સેસન્સ જડ્જ ઈ.એમ.શેખની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી જે ગુનાના કામે આરોપી સામે ચાર્જ શીટ કરી દેવામાં આવેલી હતી અને આરોપીની જામીન અરજીમાં સરકાર પક્ષ તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ નિલમ એમ મિસ્ત્રી હાજર રહ્યા હતા અને આઈ.ઓ પાસેથી જરૂરી સૂચના માહિતી ચાર્જશીટના પેપર મેળવી સરકાર પક્ષ-તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું રજૂ કરાવેલું હતું અને આ જામીન અરજીમાં સરકારી વકીલએ ધારદાર અને અસરકારક રજૂઆત કરેલી હતી અને દલીલ કરતાં જણાવેલ કે ખોટો ઓળખનો પુરાવો ઉભો કરી નિર્દોષ યુવતી સાથે મિત્રતા કેળવવામાં સફળ થવા માટે આરોપી પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ છોકરાની ઓળખ આપી પોતાની પત્ની તેમજ માતા-પિતાને પણ અંધારામાં રાખી તેઓ સાથે પણ છળ અને વિશ્વાસઘાત ઊભો કરેલો છે અને નિર્દોષ યુવતી સાથે ખોટી રજૂઆતના આધારે તેણીનો ગેરલાભ લઈ ગંભીર ગુનો કરેલો છે.
તમામ દલીલો ગુણ દોષ ઉપર થતાં નામદાર અદાલતે ગુનાની ગંભીરતા જોઈને પોતાના ચુકાદામાં પણ નોંધેલ હતું કે આરોપી લગ્ન કરેલ હોવા છતાં પોતાની પત્ની અને માતા સાથે વિશ્વાસઘાત કરેલાનું જોઈ શકાય છે અને આરોપીની પત્નીએ જ જ્યારે પોતાના પતિનો ભાંડો ભોગ બનનાર યુવતી સમક્ષ ફોડેલો હોય તેવા ગુનાના કેસમાં ગુનાની ગંભીરતા ખૂબ વધી જાય છે અને આરોપીનો ઈરાદો શરૂઆતથી જ પોતાનું ખોટું આઈડી/ઓળખ ઉભી કરી પોતે પરણિત હોવા છતાં ભોગ બનનાર યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવેલી હોય આ તમામ બાબત ખૂબ જ ગંભીર ગુનામાં સંડોવણી થયેલાનું પ્રથમ દ્રષ્ટિએ માનેલું હતું અને આ પ્રકારની કાર્યપ્રણાલી દાખવી આરોપી પોતે પરણિત હોવા છતાં આવા પ્રકારના સબંધો ઊભા કરી ગુનો કરતાં હોય અને આવા ગુનાના આરોપીને જો જામીન ઉપર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર તેની ખોટી અને અવળી અસર પહોંચે એટલું જ નહીં હાલના કેસમાં યુવા વર્ગ સોશ્યલ મીડિયાનું આંધળું અનુકરણ કરી વર્તમાન કિસ્સામાં ખોટી મિત્રતાના સંદેશા સ્વીકારી શિકાર બની જતાં હોય છે તો એ બાબત પણ આ કેસની ગંભીરતા વધારી મૂકે તેવી છે તે વાત સ્વીકારી આરોપીની જામીન અરજી રદ કરી જેલમાં મોકલી આપેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!