google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeCrimeભરૂચ પેરોલ ફર્લોની ટીમે ઝઘડિયાના જરસાડ ખાતેથી સાત વર્ષથી નાસતો ફરતો આરોપી...

ભરૂચ પેરોલ ફર્લોની ટીમે ઝઘડિયાના જરસાડ ખાતેથી સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપી લીધો

- સદર ઈસમ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુના હેઠળ નાસતો ફરતો હતો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના તથા જિલ્લા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી તોફિક હમીદશા દિવાન રહે.જરસાડ ગામ તા.ઝઘડિયા જિ.ભરુચનાને જરસાડ ગામ ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!