google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratતામિલનાડુના વેલોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચના ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ...

તામિલનાડુના વેલોર ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચના ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા

- રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચેય ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું

ભરૂચ,
૧૭મી સબ જુનીયુર સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચના ખેલાડીઓએ તામિલનાડુના વેલોર ખાતે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તા.૨૫/૧૨/૨૦૨૩ થી ૩૧/૧૨/૨૦૨૩ દરમ્યાન એમચ્યોર સોફ્ટ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ૧૭ મી સબ જુનીયર સોફ્ટ ટેનિસ રમતની સ્પર્ધાનું આયોજન તામિલનાડુના વેલ્લોર ખાતે થયુ હતુ.જેમાં ગુજરાત રાજ્યની ટીમમાં ૮ ભાઈઓ અને ૮ બહેનોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભરૂચ જિલ્લાના ૫ ખેલાડીઓ પૈકી ૩ બહેનો પલ અમીત ચાવડા,ક્રિશા મયુર ટોપીવાલા અને ખનક શ્યામ પટેલ તથા ભાઈઓમાં જશ વિવેક દરજી અને હેમ પરેશ મહેતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા.જેમાં ભાઈઓ દ્વારા ઓડિસા અને બિહારની ટીમને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો સાથે સાથે બહેનો દ્વારા પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો.બહેનોએ જમ્મુ કાશ્મીર અને પંજાબને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.આ સાથે ગુજરાતની ટીમમાં ભાગ લેનાર ભાઈઓ અને બહેનોએ રાષ્ટ્રીયકક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.જેમાં ભરૂચ જીલ્લા માંથી પ્રતિનિધિત્વ કરનાર પાંચેય ખેલાડીઓને એક – એક બ્રોન્ઝ મેડલ મળતા ગુજરાત રાજ્યનું અને ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું હતું.આ ખેલાડીઓ હાલમાં ભરૂચ ખાતે રાજનસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પાસે કોચિંગ લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!