આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે.અનેક વિવાદ અને કોર્ટ સુધી મામલો પહોંચ્યા બાદ આખરે મંદિર નિર્માણ બાદ હવે પ્રાણ પ્રતિષ્ઠા થશે.આ અવસર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.જેના પગલે ભરૂચ પોલીસ પણ સતર્ક બની છે અને જાહેર સ્થળોએ બોમ્બ અને ડોગ સ્કોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે શ્રીરામ જન્મભૂમી અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ભરૂચ પોલીસ સતર્ક બની હતી અને એસ.ઓ.જી તથા બી.ડી.એસ ટીમ તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા જાહેર સ્થળોએ, ભીડવાળી જગ્યાઓ, બાગ-બગીચા, વાઈટલ ઈન્સ્ટોલેશન,ધાર્મિક સ્થળો તથા સંવેદનશીલ સ્થળોએ સતર્કતાના ભાગરૂપે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.