ભરૂચ,
થર્ટી ફર્સ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ પોલીસ સક્રિય બની છે.થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો અને પેડલરો બેફામ બનતા હોય છે.ન્યુ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થને જીલ્લામાં ઘુસાડવા કેરિયર સક્રિય બનતાં હોય છે.આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની કોમ્બિંગ કરી આવા તત્ત્વોને ઝડપી પાડવા ૨૪ પોલીસ ઈન્સપેક્ટર,૨૩ પોલીસ સબ ઈન્સપેક્ટર તથા ૨૩૫ જેટલા પોલીસકર્મીઓને અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે નાતાલ તથા થર્ટી ફર્સ્ટ દરમ્યાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પોલીસ વિશેષ પગલાં ભરી રહી છે.
ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો છે.જીલ્લામાં અલગ અલગ તાલુકા સ્થળોએ જીઆઈડીસી આવેલ છે.ભૂતકાળમાં આ વિસ્તારોમાં નશીલા પદાર્થના ઉત્પાદન અને દારૂના ગોડાઉન ઝડપાયા હતા.આ વિસ્તારમાં શાંતિ રહે હેતુથી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ,અંકલેશ્વર,જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર ‘સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર,અંકલેશ્વર જીઆઈડીસી પો.સ્ટે. વિસ્તાર, પાનોલી,ઝઘડીયા જીઆઈડીસી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે કોમ્બિંગ કર્યું હતું.જેમાં અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે બાબતે તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ કોમ્બિગની કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ,પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી.પોલીસે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવી હતી.જેમાં ૨૩૯ જેટલા બી રોલ કેસ,૨૯૩ જેટલા ગોડાઉન, વેર હાઉસ અને બંધ કંપની ચેક કરવામાં આવી,૧૬૫૦૦ સ્થળ દંડ,૨૦૫ મજૂર રહેણાંક કોલોની અને વસાહત ચેક,મોટર વ્હિકલ એક્ટ,જાહેરનામા બંધ,શંકાસ્પદ ઈસમો,વાહન ચેકીંગ,નો પાર્કિંગ સહિતના કેસો કરવામાં આવ્યા હતા.