ભરૂચ,
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક વસાહત તરીકે હરણફાળ ભરી રહ્યો છે જેના પગલે વિવિધ રાજ્યો માંથી પરપ્રાંતીઓ રોજગારી મેળવવા માટે સ્થાયી થતા હોય છે જેમાં ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય દંપતિ વચ્ચે ઝઘડો થતા પતિ સંતાનોને લઈ ઘર છોડી જતો રહ્યો હતો જેથી મહિલાએ પતિના પિતરાઈ પાસે મદદની માંગણી કરતા પિતરાઈ એ જ ભાભી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પીડીતાએ મધ્યપ્રદેશમાં નોંધાવતા સમગ્ર તપાસ ભરુચ સુધી પહોંચી છે.
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં મધ્યપ્રદેશનું એક પરપ્રાંતિય દંપતી વસવાટ કરી રોજગારી મેળવતું હતું. આ દંપતિને ચાર સંતાનો પણ છે.દંપતિ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં પત્નીથી કંટાળેલા પતિએ પોતાના સંતાનો સાથે પોતાના વતન ભાગી ગયો હતો. જે અંગેની પતિ પત્નીને છોડીને ભાગી ગયો હોવાની ફરિયાદ પણ સી ડિવિઝન પોલીસ મથકે અપાઇ હતી. પતિને મનાવવા માટે પત્નીએ પતિના પિતરાઈ કનીરામ ઉર્ફે કાનાભાઈ ડામરના સંપર્કમાં આવી હતી અને પતિને સમજાવવા માટે તેણીએ ફોન ઉપર કનીરામ ડામર સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાય હતી.
નરાધમ કનીરામ ડામર ભોગ બનનારના પતિને તેની પત્ની સાથે રહેવા જવા માટે ઘણી વખત દબાણ કરતો હતો અને બે વર્ષ દરમ્યાન કનીરામ ડામરે પીડીતાનો એકલતાનો લાભ લઈ અલગ અલગ જગ્યાએ તેણીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.જેમાં પીડીતા પોતાના વતન દિવાળી સમય પહેલા તેણીના માતા-પિતાના ઘરે પહોંચી હતી અને તેણીની સાથે કનીરામ ડામર વારંવાર દુષ્કર્મ કરતો હોવાની પરિવારમાં વાત કરતા પરિવારજનોએ પણ તાત્કાલિક નજીકના મધ્યપ્રદેશના પોલીસ મથકમાં પહોંચી નરાધમ કનીરામ ડામર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી સમગ્ર ગુનો ભરૂચ દુબઈ ટેકરીમાં બન્યો હોવાના કારણે સમગ્ર તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ગુજરાત ભરૂચ દુબઈ ટેકરીમાં રહેતી હતી તે દરમિયાન મારા પતિ ને સમજાવવા માટે કનીરામ ડામરને ફોન કર્યો હતો અને તે પતિના પિતરાઈ થતા હોય સંપર્કમાં આવતા તેણે પીડિતાનો એકલતાનો લાભ લઇ વારંવાર અડપલા અને એકલતાના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું હતું.