google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeCrimeભરૂચ બી ડિવિઝન પોલીસે મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું

ભરૂચ બી ડિવિઝન પોલીસે મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું

- પોલીસે સંચાલક સહિત ૩ ગ્રાહકો,૬ સેક્સ વર્કરોની ધરપકડ કરી ૬૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,

ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી સેક્સ વર્કર મહિલાઓને બોલાવી કુટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ૩ ગ્રાહક અને ૬ સેકસ વર્કર મહિલા સહિત કુટણખાનું ચલાવતી ૧ મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે પશ્ચિમ વિસ્તારના જ સબર કોમ્પ્લેક્સના એક મકાનમાં રૂપાલી કમલ શેખ નામની મહિલા તથા મુન્ના શેખ કુટણખાનું ચલવે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને રેડ દરમ્યાન બંધ મકાન માંથી ૬ સેક્સ વર્કર મહિલાઓ તથા ૩ ગ્રાહકો મળી આવ્યા હતા.કુટણખાનું ચલાવતી મહિલા સેક્સ વર્કરને રૂપિયા ૫૦૦ ચૂકવતી હોય અને ગ્રાહક પાસેથી રૂપિયા ૧૫૦૦ રૂપિયા વસુલી કુટણખાનું ચલાવતી હોવાનું ફલિત થતા ઘટના સ્થળ ઉપરથી કુટણખાનું ચલાવતી રૂપાલી કમલ શેખ તથા ગ્રાહક તરીકે અરૂલા રાશનયોગ લેનલ,મોહમ્મદ શહેનાઝ મોહમ્મદ શલીમ મુલ્લા, મોહમ્મદ સોહેલ અબ્દુલ સાદીક ગુલામ ગોષ તથા ૬ સેક્સ વર્કર મહિલાઓ કુટણખાનું ચલાવતી મહિલા મળી ૧૦ લોકોની ધડપકડ કરી ઘટના સ્થળેથી રોકડા રૂપિયા તથા પાંચ મોબાઈલ મળી ૬૭,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જિલ્લમાં મસાજ પાર્લર અને સ્પાની આડમાં પણ કૂટણખાના ધમધમી રહ્યા છે.જેમાં વિદેશી યુવતીઓ પણ જોવા મળવા સાથે આ યુવતીઓ ડ્રગ્સનું સેવન કરતી હોવાની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે.ત્યારે પોલીસે આવા મસાજ પાર્લર અને સ્પા માં સમયાંતરે ચેકીંગ હાથ ધરવાની જરૂર ઉભી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!