google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeવિહાર કરી રહેલા જૈન સાધ્વી ઉપર હુમલો કરનાર ઈસમને ભરૂચ પોલીસે ઝડપી...

વિહાર કરી રહેલા જૈન સાધ્વી ઉપર હુમલો કરનાર ઈસમને ભરૂચ પોલીસે ઝડપી લીધો

- ૬ જૈન સાધ્વીઓને દેરોલ નજીક અજાણ્યા ઈસમે પટ્ટા વડે માર માર્યો હોવાની ઘટના બની હતી

ભરૂચ,
ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી ૬ જૈન સાધ્વીજી વિહાર કરી દેરોલ તરફ જઈ રહ્યા હતા.આ સમયે એક ઈસમે તેમનો પીછો કરી અચાનક ઉશ્કેરાઈ જઈને કમરનો પટ્ટો કાઢી જૈન સાધ્વીઓ પર હુમલો કરી દીધો હતો.આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ઈસમે જૈન સાધ્વીઓને બચાવી હુમલો કરનાર ઈસમને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલા જૈન દેરાસરથી ૬ જૈન સાધ્વીજી સવારના ૪:૪૦ વાગ્યાના વિહાર કરવાનું શરૂ કર્યું હતું.આ જૈન સાધ્વીઓ મહંમદપુરા પહોંચતા એક અજાણ્યા ઈસમે તેઓનો પીછો કરવાની શરૂઆત કરી હતી.જૈન સાધ્વીઓ દેરોલ અને થામ ગામ વચ્ચે પહોંચતા તેમનો પીછો કરી રહેલા વ્યક્તિને જૈન સાધ્વીએ દૂર રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઈસમે તેના કમર પર બાંધેલો પટ્ટો કાઢીને જૈન સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરી માર મારવા લાગ્યો હતો.આ સમયે માર્ગ પરથી પસાર થનાર સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકવા અજાણ્યા ઈસમે તેમના પર પણ હુમલો કર્યો હતો તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડયો હતો.માર્ગ પર લોકો પણ એકત્ર થઈ જતા આ અજાણ્યા ઈસમને પકડી તાલુકા પોલીસ મથકના હવાલે કરી દીધો હતો.આ મમાલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને અજાણ્યા ઈસમ નામે અલ્તાફહુસેન હમીદ ઈબ્રાહીમ શેખ મૂળ રહે.ખંભાત અને હાલ રહે.કાચલી પીઠ ચકલાનાઓ ને ઝડપી પાડ્યો હતો.હાલ તો પોલીસે જૈન બધુંઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!