ભરૂચ,
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગૌવંશ ચાલતા કતલખાનાઓ દરોડા પાડી કોમી એખલાસનું વાતાવરણ ડહોળી ચાલતા ગુનાહિત કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસે એક જીવિત ગાયને મુક્ત કરાવી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ગૌવંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેઈડો કરી સદંતર બંધ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદેશથી ગૌવંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેઈડો કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલી ભરૂચ વિભાગ દ્વારા દરોડાના આદેશ કરાયા હતા.પોલીસ ઈન્સ્પેકટર એચ.જે.સોલંકી ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે.નાઓએ અધિકારીઓની સુચના અન્વયે ગૌવંશના ગુના અટકાવવા ભરૂચ અલગ અલગ ટીમો બનાવી ગૌવંશના કેશો શોધી કાઢવા સધન પ્રયત્ન હાથધર્યા હતા.તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચ શહેરના ધોબીવાડ તથા નાના ખાટકીવાડ વિસ્તારમાં કેટલાક ઈસમો ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ બે ટીમો બનાવી બાતમી વાળી જગ્યાએ સફળ રેડ કરી કતલ કરેલી હાલતમાં બે ગાય તેમજ એક કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ગાય બચાવી લેવામાં આવી હતી અને
મુશરફ શબ્બીર કુરેશી અને અનવર ગુલામ કુરેશીને ઝડપી પાડી પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા અધિનનિયમના સંલગ્ન કલમો મુજબ બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.તો અસલમ કુરેશીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપી પાડેલા બે આરોપી અને વોન્ટેડ એક આરોપી સામે અગાઉ પશુ સંરક્ષણ અધિનિયમ મુજબના ગુનાઓ નોંધાયા ચુક્યા છે અને વધુ એક ગુનો નોંધાયો છે.ત્યારે આ ત્રણેય આરોપીઓ રીઢા હોય તેઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.