ભરૂચ,
ભરૂચ જીલ્લામાં બિલાડીની ટોપની માફક રોજે રોજ પત્રકારોનો રાફડો ફાટી રહ્યો છે અને હવે તો યુટ્યુબરો પણ પ્રેસકાર્ડ ઈશ્યુ કરતા હોય તેવો કિસ્સો ભરૂચ માંથી સામે આવ્યો છે.જેમાં નંબર પ્લેટ વગરની પ્રેસ લખાણની ફોર વ્હીલર ગાડીને પોલીસે રોકી તેની તપાસ કરતા સ્ટીયરીંગ નીચેથી પિસ્તોલ મળી આવતા તેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તેને બુલેટ ચોરી કરી હોવાની કબૂલાત પણ કરતા બુલેટ ચોરીનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલર ગાડીમાં પાંચબત્તી થી પસાર થવાનો છે જે બાતમીના આધારે પોલીસ ટીમ પાંચબત્તી વિસ્તારમાં તપાસમાં હતી તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરની અને પ્રેસ લખેલ ફોર વ્હીલર ગાડી આવતા તેને રોકી તેના ચાલકનું નામ પૂછતાં જલાલુદીન અલીભાઈ સૈયદ ઉ.વ.૩૬ રહે.મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તેને વિશ્વાસમાં લઈ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેના મોબાઈલ માં તપાસ કરતા પિસ્તોલનો ફોટો મળી આવ્યો હતો.જેથી વધુ પૂછપરછ કરતા કારમાં સ્ટિયરિંગ નીચે ડેક્સ બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું.જે બાબતે તેની પાસે કોઈ લાયસન્સ ન હોવાથી તે દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેવી પૂછપરછ કરતા મધ્યપ્રદેશના રતલામના અકબર ઘોસી પાસેથી પોર ગામ નજીકથી મેળવેલ હોય અને તેઓ મરણ ગયેલ હોય તેવી કબૂલાત કરવા સાથે તેને બુલેટની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ફોર વ્હીલર ગાડી નંબર જીજે ૦૫ જેડી ૯૫૯૫ ત્રણ લાખ,૩૦ હજારની એક દેશી બનાવતી પિસ્તોલ મળી ૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.બીએનઆઈ ન્યુઝ
ભરૂચ જીલ્લામાં પત્રકારોની સંખ્યામાં વધારો થયો છે.આવો જ એક કિસ્સો કે જેમાં પ્રેસકાર્ડ ધરાવનાર નંબર પ્લેટ વગરની ફોર વહીલર ગાડી ઉપર પ્રેસનું પાટિયું મારી પિસ્તોલ સાથે નીકળતા તપાસ દરમ્યાન પોલીસે પ્રેસ લખાણ વાળી ગાડીમાં ગેરકાનૂની પ્રવૃત્તિનો ભાંડો ફોળ્યો છે જેમાં બુલેટ ચોરીનો ભેદ ઉકેલવા સાથે દેશી બનાવટની પિસ્તોલ લાયસન્સ વગર રાખનાર સામે તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના દાખલ થઈ ગયા છે.પોલીસના હાથે ઝડપાયેલા જલાલુદીન અલીભાઈ સૈયદને ગાડીમાં રહેલા પ્રેસના પાટિયા અંગે ક્યાં પ્રેસમાં છે તે અંગે તપાસ કરતા કોઈ યુટ્યૂબર ચેનલનું પ્રેસ કાર્ડ હોવાનું પણ ફલિત થયું છે.જેથી તે પત્રકારત્વ તથા પ્રેસકાર્ડ સાચું છે કે ખોટું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે.બીએનઆઈ ન્યુઝ
નંબર પ્લેટ વગરની પ્રેસ લખાણ વાળી ગાડી ભરૂચ પોલીસે રોકી ચેક કરતા મળી આવી પિસ્તોલ : બુલેટ ચોરીનો ભેદ પણ ઉકેલાયો
- પોલીસને બુલેટ ચોરીનો આરોપી પાંચબત્તીથી પસાર થવાનો હોવાની મળી હતી માહિતી : ચાલકના મોબાઈલમાં તપાસ કરતા પિસ્તોલનો ફોટો મળી આવતા પિસ્તોલ અને ફોર વ્હીલર ગાડી સાથે અટકાયત - આરોપી પાસેથી યુટ્યુબ ચેનલનું પ્રેસકાર્ડ પણ મળી આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી