google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરતી ગેંગને ભરૂચ રેલ્વે અને આરપીએફ પોલીસે ઝડપી પાડી...

ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરતી ગેંગને ભરૂચ રેલ્વે અને આરપીએફ પોલીસે ઝડપી પાડી મોબાઈલો કબ્જે કર્યા

- ગેંગના ૩ સભ્યોને ઝડપી પાડી પોણા ત્રણ લાખના ૧૭ મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી હાથધરી

ભરૂચ,

ટ્રેનમાં ચોરીની ઘટનાઓ વધતા ભરૂચ રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસે સંયુક્ત ટીમ બનાવી નબીપુર – પાલેજથી ત્રણ રીઢા ચોરને ઝડપી પાડી ત્રણેયની પુછતાજમાં તેઓએ ટ્રેન માંથી ૧૭ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી ર.૭૧ લાખના ૧૭ મોબાઈલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી રેલ્વે ટ્રેન તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી ભરૂચ રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેક્નિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઈન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી.જેમાં રેલ્વે ભરૂચ પોલીસ મથકના પીએસઆઈ જે.બી.મીઠાપરા અને આર.પી.એફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર – પાલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે સમય દરમ્યાન માહિતીના આધારે મૃત્યુંજય સુનીલ રામ નગીના ચૌધરી,રોહિત પ્રદિપભાઈ પાસવાન અને જગદીશ ભુરાભાઈ સોની નબીપુર નહેર પાસેથી ઝડપી પાડયા હતા.ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસ મથક લાવી કડક પુછપરછ કરતાં તેઓએ ૧૭ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી અલગ અલગ કંપનીના કુલ ૧૭ મોબાઈલ ફોન કબ્જે કરી ૨.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બાબતે વધુ પુછતાજ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મોબાઈલ તેઓએ યુપીના તેમના મિત્ર નિયમસિંગ સાથે અલગ ટ્રેનો અને પ્લેટફોર્મ પરથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા ભરૂચ રેલ્વે પોલીસે ત્રણેય વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી નિયમસીંગને વોન્ટેડ જાહેર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!