google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratભરૂચમાં મોડી રાત્રીએ ફરી કમોસમી વરસાદ વરસ્યો

ભરૂચમાં મોડી રાત્રીએ ફરી કમોસમી વરસાદ વરસ્યો

- વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો - લગ્ન સમારંભ યોજાનાર છે ત્યારે વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો

ભરૂચ,
ત્રણ ચાર દિવસના વિરામ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો છે.શનિવારે ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી.જિલ્લામાં વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે.
સપ્તાહના વિરામ બાદ ફરીએકવાર કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી.જિલ્લામાં વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે.
શનિવારે સાંજે ભરૂચ – જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.તાજેતરના કમોસમી વરસાદના નુકસાનમાંથી ખેડૂતો બહાર આવવા પ્રયાસ કરી રહયા હતા તે વચ્ચે ફરીએકવાર કમોસમી વરસાદ કહેર બનીને ત્રાટક્યો હતો. ભરૂચ જિલ્લામાં ધોમધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ – અંકલેશ્વરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે તુવેર અને કપાસના ખેડૂત ચિંતાતુર બન્યા હતા વાતાવરણમાં થડક પ્રસરી હતી.
ભરૂચ જિલ્લામાં શનિ-રવિ દરમિયાન મોટી સંખ્યામાં લગ્ન સમારંભ યોજાનાર છે ત્યારે વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો.
ભરૂચ – અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટ પર લગ્ન સમારંભ દરમિયાન અચાનક મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસતાં મહેમાનોએ દોડધામ કરી મૂકી હતી. આમતો કમોસમી વરસાદના બીજા રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી જ હતી પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ નજરે ન પડતાં ખુલ્લા પ્લોટ પાર લગ્ન સમારંભના આયોજન યથાવત રખાયા હતા પણ રાતે વરસાદ વિલન બન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!