ભરૂચ,
ભરૂચ આરટીઓ કચેરીમાં ગાંધીનગરની વડી આરટીઓ કચેરીના કમિશ્નરનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક પર ગાડીમાં ડાયરેક્ટ લાઈસન્સનું સેટિંગ કરતા ભાવેશ નામનો એજન્ટ ઝડપાય જાવા પામ્યો છે.તો ટેસ્ટ ડ્રાઈવિંગ માટે જે ફોર વ્હીલર ગાડી રાખવામાં આવી છે જેનું પીયુસી કે વીમા વગર જ વાપરવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડવા સાથે આરટીઓ કચેરીના અધિકારીઓની મિલી ભગતના કારણે ભરૂચની આરટીઓ કચેરીના ટેબલો એજન્ટો દ્વારા ધમધમતા રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર આરટીઓ કચેરીના કમિશ્નર દ્વારા મંગળવાર ની સમી સાંજથી ભરૂચ આરટીઓ કચેરી ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ આરટીઓ કચેરીનો સમગ્ર વહીવટ ભાવેશ નામનો એજન્ટ કરતો હોય તેવી લોક ચર્ચા ઉઠવા પામી હતી.તો ભરૂચ આરટીઓના ૪ નંબરના લાઈસન્સ વિભાગમાં કોમ્પ્યુટર પર કામ કરતો હાર્દિક નામનો ઈસમ પણ ચેકીંગ દરમ્યાન ઝડપાઈ ગયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.આમ એક સાથે ભરૂચ આરટીઓ માંથી બે એજન્ટોને ચેકીંગ દરમ્યાન ઝડપી પાડવામાં આવ્યા હતા.સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન ભરૂચ આરટીઓ કચેરી માંથી અનેકવાર આરટીઓમાં એજન્ટો દ્વારા ચાલતા ગેરવહીવટ છતાં પણ ભરૂચ એઆરટીઓ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.
ભરૂચ એઆરટીઓને આ બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે રૂટીંગ ચેકીંગ હતું જેમાં ટેસ્ટ આપવાની જગ્યા ઉપરથી એક ફોર વ્હીલર ગાડી ઝડપાઈ છે.જે ગાડી જીગ્નેશ નામના ઈસમની છે જે કાગળ લઈને આવ્યા બાદ તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ આરટીઓ કચેરી એજન્ટોના તાબા હેઠળ?
- ગાંધીનગર આરટીઓ કમિશ્નરનું ભરૂચ RTO માં સરપ્રાઈઝ ચેકિંગ - ભરૂચ RTO માં મંગળવારની સાંજે સરપ્રાઈઝ ચેકિંગમાં એજન્ટો કામગીરી કરતા ઝડપાયા?