google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujarat૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો...

૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો વન – વે જાહેર કરાયો

- વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર- નિકોરા- ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર થઈને પરત આવી શકાશે

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય છે.આ પરિસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર ૮ ઉપર ટ્રાફિક જામ થાય છે. આ પરિસ્થિતિ નિવારણ માટે તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન- વે જાહેર કરવો આવશ્યક જણાય છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ એન.આર.ધાધલ, ને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (બી) મળેલી સત્તા અન્વયે ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી વન- વે રહેશે. સદર આ માર્ગ ઉપરથી શુક્લતીર્થ સુધી તમામ પ્રકારનાં વાહનો જઈ શકશે.પરંતુ પરત આ માર્ગેથી આવી શકશે નહી.આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરતા હશે તેઓને બંધનકર્તા રહેશે નહિ. ઉપરોકત માર્ગ વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર-નિકોરા-ઝનોરથી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર થઈને પરત આવી શકાશે.જો આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્ત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!