google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeCrimeઅંકલેશ્વરમાં ધાડ અને લૂંટ જેવા ગુનાને અંજામ આપતા પહેલા હથિયારો સાથે બે...

અંકલેશ્વરમાં ધાડ અને લૂંટ જેવા ગુનાને અંજામ આપતા પહેલા હથિયારો સાથે બે પરપ્રાંતીયોની ધરપકડ કરતી ભરૂચ એસઓજી

- એમપીના ગૌરવસિંગ તોમરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી - હથિયાર,જીવતા કારતૂસ અને બાઈક મળી ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર,

અંકલેશ્વરના અંદાડા ગામના વાઘીવાડ રોડ ઉપર હેપ્પી રેસીડેન્સી પાસેથી દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે બે પરપ્રાંતીય ઈસમોને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. દિવાળી તહેવારોથી ભરૂચ જીલ્લામાં ચોરી, ચીલ ઝડપ, લૂંટ જેવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગંભીર ગુનામાં ઉપયોગ થવાના બનાવો નહિ બને અને ગુનેગારોને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા સહિત ગુનાખોરીને અટકાવવા ભરૂચ એસઓજીનો સ્ટાફ એટીએસ ચાર્ટરની કામગીરી હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો.આ દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંદાડા ગામના વાઘીવાડ રોડ હેપ્પી રેસીડેન્સી પાસે બે ઈસમો દેશી તમંચો અને કારતૂસ સાથે ફરી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી વાળા બંને ઈસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ દેશી તમંચો અને ત્રણ જીવતા કારતૂસ કબ્જે કરી લીધા હતા.પોલીસે હથિયાર તેમજ બાઈક મળી કુલ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.એસઓજી પોલીસે મૂળ મધ્ય પ્રદેશ અને હાલ હેપ્પી રેસીડેન્સીમાં રહેતો દુર્ગસિંહ ઉર્ફે બબલુસિંહ જગમોહનસિંહ ભદોરિયા અને ટીકેન્દ્ર ઉર્ફે લક્ષ્મણ રૂદ્રપ્રતાપસિંહ તોમરને ઝડપી પાડ્યો હતો.એમપીના ગૌરવસિંગ તોમરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.હથિયાર સાથે ઝડપાયેલા મૂળ મધ્યપ્રદેશના આ બંને આરોપીઓ હથિયાર કોને વેચવા કે કયા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા તે અંગે વધુ તપાસ અર્થે તેઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!