google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના કાપોદ્રા ચોકડી પરથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો...

ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના કાપોદ્રા ચોકડી પરથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો સાથે એકને ઝડપી પાડયો

- ૧.૪૬ લાખનો મુદ્દામાલ અને ૨ લાખનો આઈસર ટેમ્પો મળી કુલ ૩.૪૬ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,
અંકલેશ્વરના કપોદ્રા ચોકડી પરથી એક આયસર ટેમ્પો માંથી એસ.એસના પાઈપ તથા એસ.એસ.ના સળીયા,ટાંકી તથા એસ.એસ.સ્ટીલ ભરેલો આધાર પુરાવા વગરનો મુદ્દામાલ સાથે એકને ભરૂચની એસઓજી પોલીસે ઝડપી પાડી ૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિગમાં હતો.તે દરમ્યાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કાપોદ્રા ગામ તરફથી રોશની એસ્ટેટ તરફ જવાના રસ્તા ઉપર એક આઈસર ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૪૪૦૨ માં એસ.એસના પાઈપ તથા એસ.એસના સળીયા, ટાંકી તથા એસ.એસ.સ્ટીલ ભરીને જઈ રહ્યો છે.જે માહિતીના આધારે પોલીસે તેને પકડી તેમાં ભરેલા કુલ ભંગારનુ વજન ૧૪૬૦ કિલો જેની કિ.રૂ.૧,૪૬,૦૦૦ નો ભંગારના મુદ્દામાલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા હાજર વ્યક્તિ મો.મુસ્તાક મો.ખાલીક શેખે સંતોષકારક જવાબ નહી આપતા આ મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલો હોવાનું જણાઈ આવતા પોલીસે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ ટેમ્પો સહિત રૂ.૩.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ યુપી ના ગોપાલપુર અને હાલ અંક્લેશ્વરના અંસાર માર્કેટમાં રહેતા ૬૪ વર્ષીય મો.મુસ્તાક મો.ખાલીક શેખની વિરુધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!