google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeભરૂચ એસઓજીએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન...

ભરૂચ એસઓજીએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ મેનેજર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસના મેનેજર વિરૂધ્ધ પથિક  સોફટવેરમા એન્ટ્રી ન કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અને જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ જાહેરનામાનો અમલ થાય તે બાબતે અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ તેના અનુસંધાને એસઓજી પીઆઈ એ.એ.ચૌધરીના  માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ.વાઢેર દ્વારા  સ્ટાફ સાથે  અંકલેશ્વર શહેર વિસ્તારમાં હોટલ ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથધર્યુ હતું તે દરમ્યાન મોનાર્ચ હોટલના મેનેજરે પથિક સોફટવેરમાં રજીસ્ટર મુજબ એન્ટ્રી કરેલ ન હોવાનું જણાયું હતું,અને આ રીતે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોઈ તેઓના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.એસઓજી સ્ટાફ દ્વારા સદર મેનેજર જુબેરભાઈ બશીરએહમદ શેખ રહે.પીપળી ફળિયું  માલીવાડ ભરૂચના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે ભરૂચ જીલ્લાના બીજા સ્થળોએ આવેલ અન્ય ગેસ્ટહાઉસ હોટલોમાં પણ જો આ બાબતે તપાસ હાથ ધરાય તો કેટલાક સ્થળોએ ગેરરીતિઓ ઝડપાય તેવી સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!