google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeદહેજની ગુમાનદેવ કેમિકલ માંથી ભરૂચ એસઓજીએ શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા ૪૨૭ બેરલ...

દહેજની ગુમાનદેવ કેમિકલ માંથી ભરૂચ એસઓજીએ શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા ૪૨૭ બેરલ કબ્જે કર્યા

- ૮૫.૪૦૦ લીટરની કિંમત રૂપિયા ૧૭.૦૮ લાખનો મુદ્દામાલ સીઝ કરી માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

ભરૂચ,

દહેજ જીઆઈડીસીની ગુમાનદેવ કેમિકલ પ્રાઈવેટ માંથી ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા ૪૨૭ બેરલમાં ૮૫.૪૦૦ લીટર જેની કિંમત રૂપિયા ૧૭.૦૮ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને જપ્ત કરેલ ઈથેનોલ અને મીથેનોલમાં મિથાઈલ આલ્કોહોલ તત્વ મળી આવ્યું હતું.જે અંગે નશાબંધી આબકારી વિભાગ દ્વારા લાયન્સના લીધું હોવાથી કંપની માલિક સામે પ્રોહિબિશન એક્ટ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુમાનદેવ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા બેરલ રાખ્યા છે. જે માહિતી આધારે પીઆઈ એ.એ.ચૌધરી અને ટીમે સર્ચ કરતા કંપની માંથી ૪૨૭ બેરલ મળી આવ્યા હતા. પોલીસે કુલ ૮૫.૪૦૦ લીટર શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટનો જથ્થો કિંમત રૂ.૧૭,૦૮,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કરી નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.મિક્સ સોલ્વન્ટમાં ઈથેનોલ અને મિથેનોલ ના તત્વો મળી આવ્યા હતા.આ મિથાઈલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આબકારી અધિકારી પાસે પરવાનગી લાયન્સ લેવાનું હોય છે.તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે.તેમજ જ્વલનશીલ હોવાના કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે.ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈપણ પ્રકારનું લાયન્સ ન હતું.જેને લઈ એસ.ઓ.જી પોલીસે કંપની માલિક વર્શલ પ્રમોદ પટેલ રહે આવિષ્કાર બંગ્લોઝ સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહોબિશન એક્ટની કલમ ૬૫,એ ઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!