google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeCrimeભરૂચ એસઓજીની ટીમે રાજપારડીના ઓરપટાર ગામેથી ગાંજાના છોડનું વાવેતર કરનાર ઈસમને ઝડપી...

ભરૂચ એસઓજીની ટીમે રાજપારડીના ઓરપટાર ગામેથી ગાંજાના છોડનું વાવેતર કરનાર ઈસમને ઝડપી લીધો

- પોલીસે લીલો તેમજ સુકો ગાંજો મળી કુલ રૂપિયા ૨૮,૯૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો

ભરૂચ,

ભરૂચ એસઓજીની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને ઝડપી લીધો હતો.પોલીસે લીલો ગાંજો તથા સુકો ગાંજો મળી ૨.૮૯૦ કિ.ગ્રા વજનના રૂપિયા ૨૮,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાખોરી અટકાવવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ,તે અંતર્ગત ભરૂચ એસઓજી પી આઈ એ.એ.ચૌધરીએ  પીએસઆઈ આર.એસ.ચાવડા સાથે એસઓજીના સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.  એસઓજીની ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલિંગની  કામગીરી હાથ ધરવામાં આવેલ,દરમ્યાન મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે રેઈડ કરીને ઝઘડિયા તાલુકાના ઓરપટાર ગામના  પ્રકાશદાસ બાબાઉદાસ ઉદાસીનની જગ્યા માંથી વનસ્પિતજન્ય લીલા ગાંજાના ૨.૫૯૬ કિ.ગ્રા.ના છોડ તથા વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજો ૨૯૪ ગ્રામનો મુદ્દામાલ કબજે લઈને સદર ઈસમ વિરૂધ્ધ  મળી આવતા આરોપી વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.એસઓજીની ટીમે આ ગુના હેઠળ કુલ રૂપિયા ૨૮,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!