google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચ એસઓજીની ટીમે ભરૂચ શહેર તેમજ ઝઘડિયા ખાતે પોલીસ નોંધણી વિના મકાન...

ભરૂચ એસઓજીની ટીમે ભરૂચ શહેર તેમજ ઝઘડિયા ખાતે પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપનાર ૯ ઈસમો સામે ગુના દાખલ

- રથયાત્રા નિમિત્તે પેટ્રોલિંગ દરમ્યાન એસઓજી પોલીસે તપાસ કરતા મકાન માલિકોએ પોલીસ નોંધણી નહિ કરાવેલ હોવાનું જણાયું હતું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ એસઓજીની ટીમે રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ શહેર તેમજ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન જાહેરનામા ભંગ કરનાર કુલ ૯ ઈસમો સામે ગુના દાખલ કરી કારયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રથયાત્રા નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવી હતી.કેટલાક ગુનેગાર તત્ત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખીને અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે તેને લઈને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એચ.વાઢેર તથા આર.એસ.ચાવડા એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર તેમજ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસ નોંધણી કરાવ્યા વિના અન્યોને મકાન ભાડે આપનાર ચાર મકાન માલિકો (૧) મોહમદજાવેદ મુસાભાઈ પટેલ રહે.ભરૂચ (૨) અબ્દુલ્લાહ ઉજેફા ખત્રી રહે.ભરૂચ (૩) આસીફઅલી ઉમરજીભાઈ મન્સુરી રહે.ભરૂચ (૪) મુકેશકુમાર બંશીલાલ ખડકીવાલા રહે.ભરૂચ તેમજ (૫) હશનૈન આફતાબ લોખંડવાલા રહે.ભરૂચના વિરુધ્ધ ગુના દાખલ કર્યા હતા.જ્યારે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ઝઘડિયા નગરમાં રેવા રેસિડન્સીમાં કેટલાક મકાન માલિકોએ પોલીસ નોંધણી કરાવ્યા વિના અન્ય ભાડુઆતોને મકાનો ભાડે આપેલ હોવાનું જણાતા પોલીસે આ ચાર મકાન માલિકો (૧) આશિષ વલ્લભભાઈ તલાટી રહે.ઝાડેશ્વર જિ.ભરૂચ (૨) બાધરસંગ મગનભાઈ ગોહિલ રહે.ગામ તવરા તા.જિ.ભરૂચ (૩) રમેશભાઈ નંદુભાઈ વસાવા રહે.પ્રતાપનગર જિ.નર્મદાના તેમજ (૪) વિશાલભાઈ પ્રવિણભાઈ રાઠોડ રહે.અયોધ્યા નગર ભરૂચના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ અન્ય ભાડુઆતોને મકાન ભાડે આપનાર મકાન માલિકોએ સ્થાનિક પોલીસ મથકમાં મકાન ભાડે આપવા બાબતે નોંધણી કરાવવાની હોય છે.ભરૂચ શહેર અને ઝઘડિયા ખાતે કુલ ૯ મકાનમાલિકો પોલીસમાં નોંધણી કરાવ્યા વિના ભાડુઆતોને મકાન ભાડે આપતા ઝડપાતા જિલ્લામાં અન્ય સ્થળોએ પોલીસ નોંધણી વિના મકાનો ભાડે આપનાર મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!