ભરૂચ,
ભરૂચ GSRTC ને દિવાળી પર્વના તહેવારોમાં ૬.૮૦ લાખ મુસાફરોએ ૯ દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ૨.૬૦ કરોડની આવક થઈ છે.
દિવાળી વેકેશન અને તહેવારોને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન અને એક બસના મુસાફર થાય તો કહે તે જગ્યાથી બસ દોડાવવાનું આયોજન કરાયું હતું.જેમાં ભરૂચના નવા સિટી સેન્ટર બસ સ્ટોપ, ભોલાવ સેટેલાઇટ ડેપો,અંકલેશ્વર,રાજપીપળા,જંબુસર, ઝઘડિયા ડેપો સાથે ઝાડેશ્વર,નર્મદા ચોકડી સહિતના પિકઅપ સ્ટેન્ડથી બસનું સંચાલન હાથ ધરાયુ હતું.
ભરૂચ એસ.ટી વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણે માહિતી આપી હતી કે તહેવારોના દિવસોમાં ડ્રાઈવર – કંડકટર સહિત તમામ સ્ટાફ ફરજ રહ્યો હતો.જેને લઈ મુસાફરોની સંખ્યામાં ૬૧.૧૬ ટકા તો આવકમાં ૨૮.૯૦ ટકાનો વધારો ગત વર્ષની સરખામણીએ નોંધાયો છે.
ભરૂચ વિભાગમાં તહેવારોના ૯ દિવસમાં ૬.૮૦ લાખ લોકોએ મુસાફરી કરતા ૨.૬૦ કરોડની આવક થઈ છે.ગત વર્ષ ૨.૦૯ કરોડની આવક અને ૪.૫૯ લાખ મુસાફરો આ દિવસોમાં મુસાફરી કરી હતી.સૌથી વધુ મુસાફરો અને આવક પડતર દિવસ અને નવા વર્ષે નોંધાઈ હતી.
દિવાળીના તહેવારમાં એસ.ટીમાં ૬.૮૦ લાખ લોકોએ સવારી કરતા વિભાગને ૨.૬૦ કરોડની આવક
ગત વર્ષ કરતા આવકમાં ૨૮.૯૦ અને મુસાફરોની સંખ્યામાં ૬૧.૧૬ ટકાનો વધારો સૌથી વધુ પડતર દિવસ અને નુતનવર્ષે લોકોએ GSRTC ની બસોમાં કરી સફર