Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratભરૂચ મતદાન સુધારણા કાર્યક્રમનો કરવામાં આવ્યો શુભારંભ

ભરૂચ મતદાન સુધારણા કાર્યક્રમનો કરવામાં આવ્યો શુભારંભ

- જીલ્લાના મતદાન મથકો પર આજે મતદાન સુધારણા કાર્યક્રમ

ભરૂચ,
રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલ મતદાન મથક એ બીએલઓ ની હાજરી માં મતદાન સુધારણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા કે સરનામા બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરાવી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામનો ઉમેરો કરાવી શકશે. તા. 1 જાન્યુઆરી 2024ના રોજ જેમની ઉમર 18 વર્ષ કે, તેથી વધુ હોય તો તેવા લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવી શકશે. આ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈપણ વ્યક્તિને નામ નોંધણી કે,વોટર આઈડી કાર્ડમાં સુધારો કરવો હોય તો નજીકના બુથ પર અથવા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઇન લીંક કરવા માટે વોટર હેલ્પલાઈન એપની પણ સુવિધા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.જેની આજરોજ ભરૂચ-નર્મદા ના ઈલક્ટ્રોલ અધિકારી ઉદિત અગ્રવાલ,ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા,ચૂંટણી અધિકારી દ્વારા કામગીરી સ્થળની મુલાકાત કરવામાં આવી હતી.આ તબક્કે ભરૂચ જીલ્લા કલેક્ટરે જીલ્લાની જનતા ને મતદાન સુધારણા કાર્યક્રમ વધુ માં વધુ લોકો લાભ મેળવે તેવી અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!