ભરૂચ,
વસંતપંચમી ભરૂચ શહેરનો જન્મ દિવસ અને આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની એક સાથે એક જ સ્થળે ઉજવણી કરવામાં આવી હતી.
એટલું જ નહીં આજરોજ ભરૂચ શહેરનો જન્મદિવસ પણ ઉજવામાં આવ્યો અને ‘આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે’ હોવાથી અહી વાંચવા આવનાર વિધાર્થીઓએ ભગવદગીતાના ગ્રંથને તેઓ સાથે અભ્યાસ કરતાં સહપાઠીને ભેટ સ્વરૂપ આપી ‘આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે’ના પ્રસંગને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો. ભગવદગીતાના ગ્રંથને તેઓ દિવસ દરમિયાન જ્યારે વાંચવાની ઈચ્છા થાય ત્યારે તેઓ વાંચી શકે આથી આ ગ્રંથને વિધાર્થીઓ માટે ખુલ્લો મુકાયો છે.
કે જે ચોક્સી લાયબ્રેરી કે જ્યાં ગ્રંથ પૂજાય છે જે જ્ઞાનનું ઝરણું સમાન છે.એવી ભવ્ય ભરૂચની ભવ્ય લાયબ્રેરીમાં વાંચતાં આવતા વાચકોની ઉપસ્થિતિમાં માતા શારદાની આરતી કરવામાં આવી હતી. સાથે સાથે માતા શારદાને એવી પ્રાર્થના કરવામાં આવી કે અહી આવનાર દરેક વિધાર્થી – વિધાર્થીનીઓને ઉત્તમ થી સર્વોત્તમ સફળતા મળે અને તેઓ સમાજ , શહેર, રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરે અને તેમના એને તેમના માતા –પિતાના સ્વપના સાકાર કરે.જ્ઞાન અત્રતત્ર સર્વત્ર છે અને જ્ઞાન એ જ પરમમિત્ર છે. જ્ઞાન અભિમાન નહીં પણ આપણું સ્વાભિમાન અભિવ્યક્ત કરે છે.જે જ્ઞાનની ગરિમા જે જાળવે એ જ ખરો વિદ્વાન છે.જ્ઞાન કોઈને અભડાવતું નથી કોઈને નીચું દેખાડતું નથી.જ્ઞાન ઝરણાની જેમ વહેતું રહે છે અને ફળદ્રુપતા પ્રસરાવતું રહે છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે.જ્ઞાનનો કોઈ જ આકાર નથી એ નિરાકાર છે.સા વિદ્યા યા વિમુક્તયે આપણને દરેક પ્રકારનાં બંધન માંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. એટલે જ કહેવાયું છે “સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન સ્વયં મુક્ત છે અને એ જ મુક્તિનો માર્ગ પણ બતાવે છે.એવા જ જ્ઞાનની પ્રાપ્તિ માટે મહેનત કરતાં પાઠકો ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વાંચન હેતુ આવે છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.આજે વસંત પંચમીના પાવન અવસર પર તેઓએ પુસ્તકાલયમાં બિરાજમાન ગ્રંથોની આરતી કરી માતા શારદાને પ્રાર્થના કરી છે કે માતા શારદા તેઓને માત્ર પરીક્ષા લક્ષી જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં એ જ્ઞાન ઉપયોગી નીવડે એવું વરદાન માગ્યું છે.આશ છે કે માતા શારદા તેઓની જ્ઞાન વિષયક મનોકામના પૂર્ણ કરે અને તેઓને દેશના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરિત કરે.ભવ્ય ભરૂચના મધ્યમાં આવેલી જ્ઞાનના દેવાલય સમાન કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી હમેશા ભારતીય પરંપરાને અનુરૂપ લોકૂપયોગી કાર્યો કરતી આવી છે. આ લાયબ્રેરીના સ્થાપનાકારોનો એક જ ઉદ્દેશ છે કે સમાજના દરેક વર્ગને આ પુસ્તકાલયનો લાભ મળે અને તેઓ ઉત્તમ થી સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ અને દેશની ઉન્નતિના કાર્યોમાં સહભાગી બને.ગ્રંથપાલનું કહેવું છે કે જ્ઞાન તો બધા પ્રાપ્ત કરી શકે છે પરંતુ એને ખરા અર્થમાં આચરણમાં મૂકી જ્ઞાન અર્જિત કરવાનો હેતુ સિદ્ધ કરે એ જ ખરો જ્ઞાની ગ્રંથિ દૂર કરે એ ગ્રંથ અને એને આચરણ મૂકે અને મુકાવે એ ગુરુ.જેના કદી ભાગ પડતાં નથી,જેને કોઈ ચોર ચોરી શકતો નથી કે કોઈ તાનાશાહ હડપ કરી શકતો નથી કે જેને કોઈ રાજા છીનવી શકતો નહતી એવો ઉત્તમ અને અમુલ્ય ખજાનો જેન જ્ઞાન /વિદ્યા કહીએ છે આ વિદ્યા એક એવું સાધન છે જે ગરીબ કે માલદાર વચ્ચે ભેદ નથી રાખતું.જે ખરા અંતરમનથી પ્રાર્થે છે એને એ અવશ્ય પ્રાપ્ત થાય છે.એક પ્રચલિત ઉક્તિ છે કે “ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે.”અંતમાં પુલવામાં હુમલામાં વીરગતિને પામેલા વીર જવાનોના માનમાં શ્રદ્ધાંજલીરૂપે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.