google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeભરૂચ : લૂંટારૂઓએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને બંધક બનાવી ૨.૬૮...

ભરૂચ : લૂંટારૂઓએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને બંધક બનાવી ૨.૬૮ હજારની મત્તા ઉપર હાથફેરો કર્યો

- વૃદ્ધ મહિલાને માર મારી ઓઢણી વડે ખાટલા સાથે બાંધી સોના ચાંદીના દાગીના અને રોકડ લઈ લૂંટારૂ રફુચક્કર - લૂંટારૂ ટોળકી જાણ ભેદુ હોવાની શંકાના આધારે એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો - ઘરમાં ટાઈલ્સ સહિત કન્સ્ટ્રક્શનના કામકાજ માટે ૭ મહિનામાં ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા : મજૂરોનું કારસ્તાન હોવાનું પ્રાથમિક અનુમાન

ભરૂચ,
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં મીઠી નીંદણ માણી રહેલી વૃદ્ધાના ઘરમાં વહેલી સવારે વાડા માંથી કાચી દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને માર મારી બંધક બનાવી રૂપિયા ૨,૬૮,૦૦૦ ની રકમ ઉપર હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે લૂંટારૂ ટોળકીનું પગરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ઝાડેશ્વરના નેતાજી ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે નવા ઘરની ટાઈલ્સ બેસાડવાનું કામ ચાલતું હોય અને ફરીયાદી રાત્રિના સમયે જમીને ઊંઘી ગયેલ અને રાત્રી બાદ મળસ્કે ત્રણેક વાગ્યાના સમયે ફરિયાદીના પગ ઉપર કોઈક વસ્તુ પડતા તે જાગી ગયેલ અને ખાટલામાં બેસી ગયા હતા અને તે દરમ્યાન જ ૨ અજાણ્યા ઇસમો પૈકી એક ઈસમે મહિલાના મોઢા ઉપર હાથ મૂકી દઈ મોઢા ઉપર મુકા મારી ઓઢણીથી બાંધી દીધેલ અને ફરિયાદીને પકડી રાખી હતી.બીજા ઈસમે વૃદ્ધાના હાથમાંથી સોનાની પહેરેલ બંગડીઓ અને કાનમાં પહેરેલ બુટીઓ કાઢી લીધેલ અને ફરિયાદીને કહેલ કે પૈસા ક્યાં છે? તેમ પૂછતા રૂપિયા નહીં હોવાનું જણાવતા એક ઈસમે ફરિયાદીને ખાટલામાં સુવડાવી દઈ ફરિયાદીની છાતી ઉપર બેસી ગયેલ અને બીજા ઈસમે ફરિયાદીના હાથ પગ ખાટલા સાથે બાંધી દઈને અન્ય એક ઈસમે તેની પાસેના ચપ્પુ વડે ફરિયાદીને હાથના કોણીના નીચેના ભાગે ઘા માર્યો હતો.જ્યારે બીજા ઈસમે તેના હાથ વડે ફરિયાદીના મોઢા ઉપર મુક્કા મારી કબાટમાંથી રોકડા રૂપિયા ૫૦૦૦ તથા ચાંદીના સિક્કા નંગ ૩ ઓશીકા નીચે મુકેલો મોબાઇલ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા અને ફરિયાદીએ ગળાના ભાગે બાંધેલ કપડાં છોડીને ઘરના આગળના દરવાજે સામે રહેતા મલ્લિકાબેન પટેલને બૂમો પાડી ઉઠાડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મકાનની કાચી દીવાલમાં બખોલું પાડેલું જોઈ આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્યા હતા અને તાબડતોબ પોલીસને જાણ કરવામાં આવી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે તેની ફરિયાદ લીધી હતી.જેમાં લૂંટારૂ ટોળકીએ ૨,૬૮,૧૪૩ ની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે લૂંટારૂ ટોળકીનું પગેરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

  • લૂંટારૂ ઈસમો જાણ ભેદુ હોવાની શંકા
    જે પ્રકારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે પ્રકારે ઘરના વાડામાં કાચી દિવાલ તોડવા માટે લોખંડની સીડી સ્થળ ઉપરથી મળી આવી છે અને દિવાલ તોડીને અંદર મકાનમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ લાકડાની સીડી હતી.જેના કારણે સમગ્ર લુટની ઘટનાને અંજામ આપવામાં જાણ ભેદૂ હોય અથવા મકાનમાં મજૂરી કામ અર્થે આવ્યા હોય અને રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
  • ૭ મહિનાથી ઘરમાં ચાલી રહેલી કામગીરી માટે ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા
    પોતાના ઘરના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે વારંવાર કોન્ટ્રાક્ટરોને બદલવા ઘણી વખત જોખમી સાબિત થતા હોય છે.આવી જ ઘટના ઝાડેશ્વર માંથી સામે આવી છે.જેમાં ઘરના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે ૭ મહિનામાં ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા અને સંખ્યા બંધ મજૂરોએ આ મકાનમાં કામ કર્યું છે અને મજૂરો માંથી જ કોઈ જાણ ભેદુ લુંટારૂ હોય અને લૂંટને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ શરૂ કરી છે.
  • લૂંટારૂ બે ઈસમો મોટર સાયકલ ઉપર આવ્યા હોવાના સીસીટીવી પોલીસે કબ્જે લીધા હોવાના અહેવાલો
    જે ઘરમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા.જેમાં મોટર સાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને તેઓએ જ લૂંટને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવતા લૂંટને અંજામ આપ્યો હોય તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!