google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચ જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.દુલેરા ગુટકા અને સિગારેટ બેફામ આરોગે...

ભરૂચ જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.દુલેરા ગુટકા અને સિગારેટ બેફામ આરોગે છે?

- ભરૂચ જીલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો : આ બાબતે ડી.ડી.ઓ ડૉ.દુલેરા સામે કાર્યવાહી કરે તે જરૂરી

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં બોગસ ડૉકટરોનો રાફડો ફાટયો છે.જેમાં વાગરા તાલુકાના દહેજ,જોલવા અને લુવારા,લખીગામ,અંભેટા સહિતના ગામોમાં બોગસ ડૉકટરો બીલાડીના ટોપની જેમ પોતાની હાટડી જમાવી રાતોરાત કરોડપતિ બનવા ગુજરાતમાં આવી ગયા છેે.ગુજરાત રાજય બહારના પરપ્રાંત માંથી જોલા લઈને આવે છે અને બેગ ભરીને પરત ઘરે જાય છે.આવા બોગસ ડૉકટર પાસે કોઈપણ પ્રકારનાં ઈન્જેકશન મારવાના અધિકારો હોતા નથી તેમ છતાં બીમાર દર્દીઓને ઈન્જેકશન મારે છે અને બોટલ પણ ચઢાવે છે.કેટલીક કલીનીકમાં નોકરી કર્યા બાદ અને કમ્પાઉન્ડર તરીકે કામ કરી ભરૂચમાં આવી પોતાનું અલગ કલીનીક ખોલી પ્રેકટીસ કરતા થઈ ગયા છે. આવા ડૉકટરો સામે જવાબદાર તંત્ર નિયમ મુજબ ઘણીવાર કાર્યવાહી તો કરે છે.પરંતુ ફરી પાછા આ ડૉકટરો સેટીંગ કરી પ્રેકટીસ કરતાં થઈ જાય છે. 

ભરૂચ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી કચેરીમાં બેસીને માત્ર પગાર મેળવી સંતોષ માની રહ્યા છે તો આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.દુલેરા આખો દિવસ ગુટકા અને સિગારેટ આરોગે છે.પરંતુ તેમને બોગસ ડૉકટરો દેખાતા નથી અને પ્રજાના આરોગ્ય સાથે થતાં નુકશાનને અટકાવવા માટે તેમને કોઈ રસ નથી.જો આ ડૉકટરે બોગસ ડૉકટરોના ભાંડા ફોડયા હોય તો તેના ઉદાહરણ પ્રજા અને વહીવટીતંત્રને આપે તેવી લોકમાંગ ઉઠી છે. 

એક તરફ સરકાર,આરોગ્ય વિભાગ સહિત વિવિધ સંસ્થાઓ વ્યસન મુક્તિ ની રેલીઓ કાઢી લોકોને ગુટખા અને વ્યસન ન કરવા સચેત કરતી હોય છે.પરંતુ અહીં તો ખુદ સરકારના આરોગ્ય વિભાગના જ આરોગ્ય અધિકારી ડૉ.દુલેરા ગુટકા અને સિગારેટ આરોગતા નજરે પડી રહ્યા છે.

ગુટકા ખાવાથી કેન્સર થાય છે તેવું ગુટકાની જાહેરાતમાં જોવા મળે છે સાંભળવા મળે છે અને ગુટકાની પડીકી ઉપર ગુટકા ખાવાથી કેન્સર થાય છે તેવી સ્પષ્ટ નોંધ લખેલ હોય છે અને પડીકી ઉપર ગુટકા ખાવાથી થતાં કેન્સરનું ચિત્ર પણ અંકીત કરેલ હોય છે.તેમ છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી દ્વારા જ ગુટખા અને સિગારેટ આરોગવામાં આવતા હોય તો બોગસ ડૉકટરોને ઝડપી પાડવામાં ક્યાં સમય મળે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!