google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratવાચકોનું તિલક અભિવાદન કરી ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભારતીય સાંસ્કૃતિક...

વાચકોનું તિલક અભિવાદન કરી ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી

- ૨૩ એપ્રિલને યુનાઈટેડ નેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૯૯૫માં એક વિચારને મહોર મારવામાં આવી કે ૨૩ એપ્રિલને વિશ્વ આખું પુસ્તક દિવસ તરીકે ઉજવે અને ત્યારથી અલગ થીમ (વિષય) આધારિત પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે - પુસ્તકને ખાલી કહેવા માત્રના કે દેખાડો કરવા સુધીના મિત્ર ન ગણશો પણ એ ખરા અર્થમાં મિત્ર છે એવુ સાબિત કરવા એને વાંચવા અને અનુભવવા પડશે

ભરૂચ,
આજરોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં શ્રવણ સ્કૂલના બાળકોનું તિલક અભિવાદન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓને વાંચનનું મહત્વ,પુસ્તકની મિત્રતા વિષે સમજાવવામાં આવ્યું હતું અને પુસ્તકાલય દ્વારા આવનાર વાચક સભ્યો તથા આગંતુક પાઠકોને હાથથી પેઇન્ટ કરેલ કાર્ડ્સમા “પુસ્તકાલયની મુલાકાત લેવા માટે આભાર લખીને આપવામાં આવ્યું હતું.
દુનિયાના જેટલા પણ સફળ વ્યક્તિઓ છે તેઓનું જીવનવૃતાંત જાણીએ તો સમજાય છે કે તેઓનું વાંચન સમૃદ્દ હતું અને પુસ્તકોએ તેમની સાથે ઢાલ બનીને ખરી મિત્રતા કેળવી છે. હમણાં તાજેતરમાં જ UPSCનું પરિણામ આવ્યું જેમાં ગુજરાતમાથી 25 ઉમેદવારો ઉત્તીર્ણ થયા તેઓને તેમની સફળતાનું કારણ પુછવામાં આવ્યું તો મોટાભાગના સૌએ એ જ જણાવ્યુ કે પરીક્ષાલક્ષી વાંચનની સાથે સાથે તેઓએ અન્ય વિષય આધારિત પ્રેરણાત્મક પુસ્તકો વાંચ્યા જેનાથી તેઓમાં એક કારગર ઉર્જાનું સિંચન થયું જે તેઓને વાચકો એ એક દેખીતા પણ અદ્રશ્ય સમાજ સેવકો છે અહી વાચક એટ્લે ગ્રંથોનો વાચકની વાત થઈ રહી છે. જે વાંચે છે તે કઇંકને કઇંક પામે જ છે. પછી ભલે તે નવલકથા વાંચે, સાહસ કથાઓ વાંચે , ઉપનિષદો કે બીજા ઉત્તમ ગ્રંથોનું વાંચન કરે.તે તેની વાંચન યાત્રા દરમિયાન કઇંકને કઇંક સારું પામે છે જે તેને વ્યર્થ વિચાર તરફ કે વ્યર્થ અનુસરણ તરફ જતાં રોકે છે અને તેનામાં સારા વિચારો પ્રસ્થાપિત કરે છે અને તેને પ્રેરીત કરી ઉત્તમ થી સર્વોત્તમ મનુષ્ય બનાવે છે. અને જે મનુષ્ય સર્વોત્તમ તરફ ગતિ કરતો હોય છે તેનામાં આપોઆપ સારાઈના બીજ રોપાઈ જાય છે જે સમાજ,ગામ,શહેર,દેશ અને દુનિયામાં ઉન્નત ક્રાંતિ લાવવામાં પોતાનું યોગદાન આપે છે.દુનિયામાંમાં કરોડો અબજોની સંખ્યામાં લોકો વાંચન રુચિ ધરાવે છે અને સાહિત્યને પ્રેમ કરે છે અને તેના વિચારોને જીવનમાં ઉતારે છે અમલી બનાવે છે.તેઓને શોધવાનું કે ઓળખવાનું કાર્ય કઠિન હોય છે. તેઓ સારા વિચારોને પોતાના જીવનમાં ઉતારી દેશના સારા નાગરિક બને છે.ભલે તેઓ બીજાનું ભલું ના કરતાં હોય પણ પોતાની જાતને તો એ વિચારો થકી સક્ષમ અને સમૃદ્ધ જરૂર બનાવે છે.
પુસ્તકો આપણને હતાશાના કૂવામાંથી બહાર કાઢવાના દોરડાંનું કામ કરે છે નાસીપાસ થતાં રોકવામાં મદદરૂપ થયા છે. આ છે વાંચનની ઉર્જા,વાંચનનો સ્વયંપ્રકાશ.
ગ્રંથપાલ નરેન્દ્ર સોનારનું કહેવું છે કે વાચક એક દેખીતો પણ અદ્રશ્ય સમાજ સેવક છે જેને તમે જોઈ શકો છો ખરા પણ ઓળખી નથી શકતા.એ કેવી રીતે કહી શકાય એવો પ્રશ્ન જરૂ થાય અને થવો જોઈએ.વાંચન ખરા અર્થમાં વ્યક્તિને એક નવી વિચારઉર્જા આપે છે,કવિતા વાંચો કે ગઝલ વાચો તો પણ એને અનુરૂપ તમને નવા વિચારો આવે અને તમે પણ તમારી એક નવી રચના લખો એવું બની શકે છે.કોઈ વાચક એક પુસ્તક વાંચે છે અને એ પુસ્તકમાં સારી પ્રેરણાત્મક વાતો લખી છે જે તેને હિમ્મત આપે છે અને તે જો હતાશ હોય તો તેની હતાશાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.પુસ્તકોના સારા વિચારો વાચકને સત્કાર્યો કરવા પ્રેરિત કરતાં રહે છે.વાંચન થકી તે સારો પ્રવાસી, સારો લેખક, સારો કાર્યકર,કર્મચારી બની શકે છે અને આ બધી જ સારા સમાજની ઉન્નત સમાજની આવશ્યકતાઑ છે.સૌ કોઈ પોતાના પૂરતું પણ વાંચે તો તેને તેના જીવનમાં કઇંક નવું કરવાની તક મળે છે.આ બધા વાચકો સ્પષ્ટ રીતે ઓળખાતા નથી પણ જ્યારે તેઓ સારા વ્યક્તિ બની ઉભરે છે આગળ આવે છે ત્યારે ખબર પડે છે કે તેઓની સફળતા પાછળ વાંચન પણ એક આવશ્યક તત્વ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!