google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસમૂહ વાંચન થકી ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં નેશનલ રિડિંગ ડેની...

સમૂહ વાંચન થકી ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં નેશનલ રિડિંગ ડેની ઉજવણી કરવામાં આવી

ભરૂચ,

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં સમૂહ વાંચન થકી નેશનલ રિડિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય વાંચન પર્વ દિવસની ઉજવણી સમૂહ વાંચન થકી કરવામાં આવી હતી. 

શ્રી પુથૂવારીલ નારયણ પન્નિકર કે જેઓ કેરલ રાજ્યમાં જમ્યા અને તેને જ કર્મભૂમિ બનાવી એવા  શ્રી પુથૂવારીલ નારયણ પન્નિકર કે જેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમને કેરળ રાજ્યમાં ઉત્તમ થી સર્વોત્તમ થકી , સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસથાય તે હેતુથી કેરળ રાજ્યમાં પુસ્તકાલયોની સ્થાપનાનું બીડું ઝડપ્યું હતું તેમની પુણ્યતિથિના માનમાં ૧૯ જૂનના દિવસને નેશનલ રિડિંગ ડે તરીકે ઉજવામાં આવે છે.

નેશનલ રિડિંગ ડેના ઉજવણીના ભાગરૂપ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં આજ રોજ નારાયણ વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૦ના કુલ ૧૨૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ લાયબ્રેરીના ભવ્ય સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ અને લાભ લીધો હતો.આ સમૂહ વાંચન યોગ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકગણ પણ જોડાઈને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે.આપ સૌને જાણ કે વાંચન પણ એક યોગ છે.યોગ શારીરિક અને માનસિક બંને સ્થિતિમાં અનિવાર્ય છે અને રહેશે. એ સંદર્ભમાં ઉપસ્થિત વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને સમજાવતા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે વિદ્યાર્થી – વિદ્યાર્થિનીને જણાવ્યુ કે આપણાં જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્વ ધરાવે છે અને વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં પણ અન્ય સારા લેખો,નિબંધો અને વાર્તાઓ પણ વાંચવી જોઈએ અને દેશ વિદેશની માહિતીની અવગત થવું જોઈએ.વિદ્યાર્થીઓએ કેવી એકાગ્રતાથી વાંચવું અને ક્યાં સ્થળે બેસીને નહીં વાંચવું એ પણ જણાવ્યુ હતું.વાંચન કર્મ પણ એક પ્રકારનો યોગ છે અને આ યોગ દરેકને ઉપયોગી થઈ પડે એવો યોગ છે જે મનને સારા વિચારોથી સિંચે છે અને મનને સારા આચરણ માટે મજબૂત બનાવી હતાશાથી દૂર લઈ જઈ હિમ્મત આપે છે. 

નેશનલ રિડિંગ ડેનો આ વર્ષનો ઉદ્દેશ ઈતિહાસનું વાંચન,સુવિચારોનું વાંચન અને વાંચનના મહત્વને સાર્થક કરવાનો છે.વાંચન કયારેય નિરર્થક નથી નિવડતું. ક્યાકને ક્યાંક વાચેલું તમને ક્યારે ઉપયોગી થઈ પડે એ તો સંજોગો જ સમજાવી શકે એમ છે. પણ તમે વાંચો એટ્લે તમારામાં કઇંક નવું ઉમેરાય છે અને એ તમને નવા વિચારોથી સમ્ર્દ્દ કરે છે.વાંચવું અને નાચવું એક રીતે જોઈએ તો બંને આનંદ મેળવાવનો માર્ગ છે, આનંદને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે પણ વાંચન મૌનપ્રિય કર્મ છે અને નાચવું હોય તો સંગીત કે અમુક ઘોંઘાટ જરૂરી થઈ પડે છે જે કોઈને ગમે કે કોઈને ના પણ ગમે.નાચતી વ્યક્તિ માટે કોઈ ટીખળ કરી હોય એવા ઘણા કિસ્સા હશે પણ કોઈ શાંત ચિત્તે વાંચતું હોય તેની ટીકા કરનાર હજુ કોઈ મળ્યું નથી. ઊલટું એ શાંત ચિત્તે વાંચનારથી પ્રેરાઈ પોતાને પણ એ વાંચન પ્રવુત્તિમાં જોડી શકે છે. વાંચતી વ્યક્તિ અને નાચતી વ્યક્તિ બંને પોતપોતાની રીતે આનંદ મેળવતી હોય છે અને જીવનઆનંદ માટે બંને ઉપયોગી છે. 

કેટલાક વાંચતાં વાંચતાં કોઈ ઉત્તમ વાત જાણી હસી પડે,ઊછળી પડે અને પુસ્તક માથે મૂકી ઝૂમી ઊઠે એવું પણ બનતું હોય છે.આનંદને પોતાની રીતે અભિવ્યક્ત કરવાની અનેક પ્રક્રિયા છે.આપણે કઈ અપનાવી છીએ એ આપણાં પરનિર્ભર છે. 

આ પ્રસંગે ઉપસ્થિત નારાયણ વિદ્યાલયના પ્રખર શિક્ષક જેઓને રાજ્યકક્ષાએ શ્રેષ્ટ શિક્ષક તરીકે બિરદાવવામાં આવ્યા છે.ચીમનભાઈ પરમાર,કિરણભાઈ અને સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપતા નજમાબેને પણ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!