google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratનવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્યનમસ્કારથી આવકારતા ભરૂચીઓ

નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્યનમસ્કારથી આવકારતા ભરૂચીઓ

- એન.સી.સી,એન.એસ.એસ સહિત વિવિધ સ્કૂલ કોલેજના છાત્રો અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા

ભરૂચ,
ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરાતા ભરૂચના જે પી કોલેજ ખાતે કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારમહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા.આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના બે સ્થળો ભાગીદારી નોંધાવી હતી.જેમાં ભરૂચના જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તથા આઈકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર તુષાર સુમેરરા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!