google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચનું ઓક્ટેન જીમનું ગુમાસ્તાઘારા પણ રદ્દ થયા બાદ ગ્રાહકો ચિંતામાં?

ભરૂચનું ઓક્ટેન જીમનું ગુમાસ્તાઘારા પણ રદ્દ થયા બાદ ગ્રાહકો ચિંતામાં?

ભરૂચ,

બોડી ફિટનેશ જાળવવા માટે હજારો રૂપિયા ચૂકવી લોકો જીમ જતા હોય છે.પરંતુ ભરૂચમાં જીમ સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે તથા જીમમાં ફાયર એનઓસી,બીયુ સર્ટિફિકેટ ન હોવાના કારણે તેમજ રાજકોટની ઘટના બાદ જીમમાં એક જ એક્ઝિટ હોવાના કારણે પણ જીમ બંધ કરવામાં આવતા હજારો રૂપિયાની ફી ચુકવનાર ગ્રાહકોએ ઘરે જીમ કરવાની નોબત આવી ગઈ છે.

ભરૂચની મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામેલા શોપિંગમાં ભરૂચના ડોક્ટર વસીમ રાજ,ડોકટર મિન્હાઝ પટેલ,ડોક્ટર ઈરફાન પટેલ અને ડોક્ટર સોહેલ વાઝા નાઓએ મોટા ઉપાડે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ સંપૂર્ણ પૂરું ન થયું હોય,શોપિંગનું બીયુ સર્ટિફિકેટ ન મળ્યું હોય,ફાયર એનઓસી ન હોય છતાં રૂપિયા કમાવવા માટે જીમ ચાલુ કરી દીધું હતું અને ભરૂચ નગરપાલિકાએ પણ પૂરતા દસ્તાવેજ વિના અસ્ફાક મતાદારને ટ્રેનર તરીકે બતાવી ગુમાસ્તાધારા લાયસન્સ પણ મેળવી લીધું હતું અને મોટા ઉપાડે જીમ ખાનું ધમધમતું કર્યું હતું.

ઓક્ટેન જીમ સંચાલકોએ ગ્રાહકો પાસેથી ૩ મહિના અને ૬ મહિના અને વર્ષ સુધીની મોટી ફી પણ વસૂલી લીધી છે.પરંતુ હાલ આ જીમ વિવાદમાં આવતા ફાયર વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે અને છેલ્લા ૧૫ દિવસથી ગ્રાહકોએ રૂપિયા ચૂકવવા છતાં જીમથી વંચિત રહેવું પડે છે અને બોડી ફિટનેસ જળવાઈ તે માટે ઘણા ગ્રાહકોએ પોતાના ઘરે જ કસરત કરવાની નોબત આવી ગઈ છે.જીમ ક્યારે ચાલુ થશે તેવી ચિંતામાં ગ્રાહકો મુકાઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જીમનું એક્ઝિટ એક જ છે.દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થવાનો ભય છે.ફાયર એનઓસી જીમ સંચાલકો પાસે નથી સાથે બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ પણ નથી,સાથે હવે તો નગરપાલિકાએ જીમ નું લાયસન્સ રદ્દ કરી દીધું છે જેથી ગ્રાહકોની ચિંતા વધુ ગઈ છે અને ઘણા ગ્રાહકોએ તો જીમ સંચાલકો પાસે ચૂકવેલા રૂપિયા પરત માંગવાની શરૂઆ કરી છે,જેના કારણે જીમ સંચાલકો ગ્રાહકોને ઉલ્લુ બનાવી સોશ્યલ મીડિયા ઉપર ટૂંક સમયમાં જીમ ચાલુ થશે તેવો લોલીપોપ પકડાવી રહ્યા છે.તેવી ચર્ચા હાલ હજારો રૂપિયા ચુકવનાર ગ્રાહકોમાં ચર્ચા ઊભી થઈ છે.

– જીમમાં શું શું તકલીફો છે.

જીમ સંચાલકોએ ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા મોટા ઉપાડે જીમ ચાલુ કર્યું અને ગણતરીના દિવસોમાં બંધ પણ થઈ ગયું.આ જીમ માં આગ જેવી દુર્ઘટના ઘટે તો એક્ઝિટ એક જ છે જેના કારણે મોટી જાનહાની નો ભય છે.આ જીમ માં ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણે ભરૂચ નગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે.સાથે બિલ્ડીંગ ના કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય જેના કારણે બીયુ સર્ટિફિકેટ પણ નથી અને હવે તો ભરૂચ નગરપાલિકાએ આપેલું ગુમાસ્તા ધારા લાયસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું છે.જેના કારણે જીમના ગ્રાહકોની ચિંતા વધુ ગંભીર બની ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!