google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચના ફાટા તળાવ ઢાલથી મહંમદપુરા વચ્ચેના સાંકડા માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતુ...

ભરૂચના ફાટા તળાવ ઢાલથી મહંમદપુરા વચ્ચેના સાંકડા માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતુ વિપક્ષ

- રસ્તાને પહોળો કરવા માટે ચીફ ઓફિસરને રજુઆત અને કોન્ટ્રાકટર ની ઓફિસે ધરણાની ચીમકી બાદ વિપક્ષની મુહિમ રંગ લાવી - વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતિકરણનું કાર્ય પૂર્ણ થયુ

ભરૂચ,

ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો.તો બીજી તરફ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ પણ બરોડા થી ભરૂચ સુધી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને ભરૂચ શહેરના મહંમદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોની અવરવજર વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્દભવી હતી અને સ્થાનિકોએ તેનો સામનો કરવો પડી રહ્યો હતો અને વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હતા.આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહીત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી.ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો. 

તેમ છતાં પાલિકા દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ ન કરવામાં આવતા અને કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય જવાબ નહિ આપવામાં આવતા વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવાની નોબત આવી હતી.

વિપક્ષની રજુઆત દરમ્યાન કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા કોન્ટ્રાકટર ને કડક શબ્દોમાં ખખડાવતા અને વિપક્ષ દ્વારા કોન્ટ્રાકટરની ઓફિસ ખાતે ધરણા કરવાની અપાયેલી ચીમકી બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી શરૂ કરાતા રોડનું લેવલ અને પહોળો થતાં વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર પણ માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!