google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચની રહાડોપર ગ્રામ પંચાયતની હદમાં ગંદકીના  સામ્રાજયથી ચોમાસામાં રોગચાળાનો ભય

ભરૂચની રહાડોપર ગ્રામ પંચાયતની હદમાં ગંદકીના  સામ્રાજયથી ચોમાસામાં રોગચાળાનો ભય

- તલાટી નિલેષ પટેલ અઠવાડિયામાં એક જ વાર આવતા હોવાથી પ્રજા હેરાન પરેશાન

ભરૂચ,

ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં રોડની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે. ખુબજ ગંદકી છે, દુર્ગંધ લાગે છે,વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહયા છે.જે જગ્યાએ જાહેર નોટીસનું બોર્ડ લગાવવામાં આવેલ છે તે જગ્યા ઉપર જ ખુબ મોટા પ્રમાણમાં કચરો જોવા મળે છે. 

દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે.જે અભિયાનને નેતાઓ, પાલિકા,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,ગ્રામ પંચાયત કે પછી વિવિધ સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે અને માત્ર ફોટો સેશન કરી સફાઈ કરી હોવાના બણગા મારતા હોય છે.ત્યારે ભરૂચ તાલુકાના રહાડપોર ગ્રામ પંચાયતના સરપંચના હુકમથી લગાડવામાં આવેલ જાહેર નોટીસનું બોર્ડ પણ કચરા સમાન થઈ ગયું છે.જાહેર જગ્યા તથા રસ્તાની આજુબાજુ કચરો નાખી ગંદકી ફેલાવવા નહી અને જો તેમ થવામાં કસુરવાર પાસે પ૦૦ રૂપિયાના દંડની રકમ ગ્રામ પંચાયત દ્ધારા વસુલ કરવામાં આવશે તેવો હુકમ દર્શાવતું બોર્ડ લખેલ છે અને જેની સખ્ત નોંધ લેવી તેવી પણ નોંધ છે.પરંતુ કચરો નાખનાર અને ગંદકી ફેલાવનાર સરપંચના હુકમની ઐસીતૈસી કરી રહ્યા છે. પ૦૦ રૂપિયાનો દંડ કોણ વસુલ કરશે? આ પંચાયત અઠવાડીયામાં માત્ર મંગળવારે એક જ વાર ખુલે છે તો પછી ગંદકી કેવી રીતે સાફ થશે? આવી ગંદકી અને કચરાની સાફ સફાઈ માટે પંચાયત દ્વારા જે પણ એજન્સી કે કોન્ટ્રાકરને સાફ સફાઈ અને કચરો ઉઠાવવા માટે કામગીરી આપેલ છે તે કામગીરી ખરેખર થાય છે ખરી? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

નંદેલાવ ગ્રામ પંચાયતના ગેટથી ચાવજ તરફ જતા મુખ્ય રોડની ડાબી અને જમણી બાજુ કચરાના ઉકરડા જોઈ શકાય છે.જેમાં મુખ્ય રોડની આજુબાજુનો વિસ્તાર જેવો કે રંગ ઉપવન નજીક, નવી વસાહત નજીક રોડ ઉપર, જુની વસાહત જી.ઈ.બી. ટ્રાન્સફરમર પાસે, પેટ્રોલપંપ નજીક, અતોહીક પાર્કની બાજુમાં, અજીમ નગરના રોડની સામે,પાણીની ટાંકીની રોડની સામે તેમજ મિલન નગરની સામે ઉકરડા જોવા મળે છે.ગંદકીના પગલે ખુબજ દુર્ગંધ મારે છે તો પછી ગ્રામ પંચાયતના તલાટી પગાર મેળવ્યા સિવાય બીજી કામગીરી કયારે કરશે? જીવ સવાલો ઉભા થયા છે.

રહાડપોર ગ્રામ પંચાયતના તલાટી નિલેષ પટેલને કોઈ નાગરિક કે ગ્રામજન પોતાના વિસ્તારના પ્રશ્ન માટે રજુઆત કરવા જાય તો તેના ઉપર ગુસ્સે થઈ જાય છે.જેના વિડિયો પણ અગાઉ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.મોટા મોટા અવાજે બરાડા પાડી અરજદારને દબદાવે છે તેમજ પોલીસ ફરીયાદ પણ કરવા માટે સોનેરી મહેલ પોલીસ સ્ટેશન પર પહોંચી જાય છે. જેથી નાગરિકો આ તલાટીથી ત્રસ્ત થઈ ગયા છે.ભૂતકાળના સમય દરમ્યાન પણ આ તલાટી સામે તાલુકા વિકાસ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી ફરીયાદો કરેલ તેવા અરજદાર સામે પોલીસ સ્ટેશને ફરીયાદ આપવા તલાટી પહોંચી ગયા હતા.તો પછી ગ્રામજનો પોતાના વિસ્તારની સમસ્યા માટે કયા જશે? 

રહાડપોર પંચાયતની હદમાં પ૦૦ રૂપિયા દંડ વસુલવાની જાહેર નોટીસવાળું બોર્ડ સરપંચના હુકમથી લગાડવામાં આવેલ છે.પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠીયા સમાન છે.નાગરિકો બોર્ડની સામે જ કચરો ફેકી જાય છે અને ઉકરડો બનાવી દે છે.પરંતુ સરપંચ નાગરિકોનું કશું બગાડી શકતા નથી…! કેમ કે સરપંચ મહિલા હોય અને તેઓ માંડ માંડ પ્રજાના પ્રશ્નો માટે પંચાયતે આવે છે અને સુત્રો દ્ધારા એવી પણ માહિતી મળેલ છે કે મહિલા સરપંચના પતિ તમામ વહીવટમાં ખુબજ સક્રીય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!