ભરૂચ,
ભરૂચના એક રામ ભક્તે અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા પર રામ નામ લખી ૧૦ હજાર ચોખાના દાણા અયોધ્યા મોકલ્યા છે.
હાલમાં સમગ્ર ભારત દેશ રામમય બન્યો હોય તેવો માહોલ છવાઈ રહ્યો છે.અયોધ્યામાં ૨૨ મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લોકો આતુરતાથી એ ઘડીની રાહ જોઈને બેઠા છે.સમગ્ર દેશમાંથી રામ ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી કઈને કઇ ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી રહયા છે.ભરૂચના અને તવરાના સમૃદ્ધિ બગ્લોઝમાં રહેતા ભાવસિંહજી ગોહિલે પણ પોતાની અનોખી ભક્તિ બતાવી હતી.
ભાવસિંહજી ચોખાના દાણા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખી રહ્યા છે.ભૃગુઋષિની પવિત્ર ભૂમિનું યોગદાન આપવા તે આ પ્રયાસ કરી રહ્યા છે.રામજન્મ ભૂમિમાં જ્યાં પૂજા થવાની હોય તે પૂજામાં વાપરવા માટે આ ચોખાનો ઉપયોગ થાય એ અર્થે ચોખાના દાણા ઉપર રામ રામ લખી મોકલ્યા છે.ચોખાના દાણા ખુબ નાના હોય છે જેના પર લખવું પણ કઠિન હોય છે છતાં રામભક્ત દરેક દાણા પણ રામ લખી શ્રી રામ તરફ ભક્તિ પ્રકટ કરી રહ્યા છે.