કાગવડ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવસેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી સમાજની સાથે રહી સેવા કાર્ય કરે છે,૨૧ મી જાન્યુઆરી શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન માં ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેને વિશ્વમાં અનેક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરેલ છે,શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્થાપક માર્ગદર્શક અને સર્વ સમાજને સાથે રાખી નેતૃત્વ કરી રહેલા ચેરમેન નરેશભાઈ પટેલે ત્રણ સંકલ્પ જાહેર કરેલ છે,જેમાં શિક્ષણ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે,સપ્તમ પાટોત્સવ તા.૨૧.૨.૨૪ રવિવારના શુભ મંગલ અવસરે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અધતન અને આધુનિક ટેકનોલોજી સાથે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સર્વ સમાજની સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે,આ ભવ્ય અને દિવ્ય ભૂમિ પૂજન સમારોહ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાશે,સવારે ૭ વાગ્યાથી ૮:૩૦ સુધી ભવ્ય લોકડાયરો યોજાશે, કેન્સર હોસ્પિટલની જગ્યામાં ભૂમિભૂજન વિધિ નું ૮:૩૦ થી ૯ વાગ્યા સુધી લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર કાગવડમાં યોજાનાર કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે, ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે,શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે આ ભૂમિ પૂજન સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાવાના છે,આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજના સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે,શ્રી ખોડલધામ મંદિર લઈને હાલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,ભૂમિ પૂજન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પધારવાના હોય ૭૦૦ વિઘા માં અલગ અલગ દિશામાં છ વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે,૨૧ જાન્યુઆરીના રોજ વ્યવસ્થાના ભાગરૂપે ૪૦૦૦ જેટલા સ્વયંસેવકો મંદિર પરિસર પાર્કિંગ સભાખંડ સહીતની જગ્યાએ ખડેપગે રહી સેવા આપશે, આ ભૂમિ પૂજન સમારોહમાં સમાજના દાતાઓ,શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ,શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટીઓ,શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ,વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ,શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની વિવિધ સમિતિઓ જેમકે શ્રી ખોડલધામ મુખ્ય સમિતિ,શ્રી ખોડલધામ મહિલા સમિતિ,શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ,શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ,શ્રી ખોડલધામ લીગલ સમિતિ,શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ કલાકાર સમિતિ સહિતની અન્ય સમિતિઓના કન્વીનર,સહ કન્વીનર,કાર્યકરો વિવિધ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો,સભ્યો,અટકથી ચાલતા પરિવારના હોદ્દેદારો,સભ્યો વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની હાજરી આપશે.આ ભૂમિ પૂજન સમારોહમાં પધારવા શ્રી ખોડલધામ સર્વે લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ કાગવડ ખાતે ૨૧ મી જાન્યુઆરીએ સર્વ સમાજની સાત દીકરીઓના હસ્તે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનુ ભૂમિ પૂજન થશે
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં વર્ચ્યુલી જોડાશે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સમારોહમાં ઉપસ્થિત રહેશે
RELATED ARTICLES