google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભુપેન્દ્ર પટેલે નડિયાદની માફક ભરૂચ આવી જિલ્લા કલેકટરની ખુરશી પર બેસી જિલ્લાના...

ભુપેન્દ્ર પટેલે નડિયાદની માફક ભરૂચ આવી જિલ્લા કલેકટરની ખુરશી પર બેસી જિલ્લાના જમીન કૌભાંડ બહાર પાડવા જોઈએ : છોટુ વસાવા

- રાજ્યના ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રીના વિસ્તારમાં હજારો કરોડ રૂપિયાની જમીન કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા - રાજ્યભરમાં ચાલતા જમીન કૌભાંડો બાબતે ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ ભુપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપને જવાબદાર ઠેરવ્યા

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવાએ રાજ્યભરમાં ચાલતી જમીન કૌભાંડની ઘટનાઓને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપાના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે.તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં નહીં પુરા ગુજરાતમાં જમીન કૌભાંડ માટે ભુપેન્દ્ર પટેલની સરકાર જવાબદાર છે.નડિયાદમાં મામલતદાર ઓફિસમાં ભુપેન્દ્રભાઈ બેઠા તો ભરૂચ કલેકટરની ખુરશી પર બેસી જિલ્લાના જમીન કૌભાંડા ક્યારે બહાર પાડશો?
ભરૂચમાં એટલું મોટું જમીન કૌભાંડ છે કે પડાલમાં ૪૮ હેક્ટર જમીનમાં સરકારના મળતીયાઓએ કામ શરૂ કરાવ્યું છે, અધિકારી નેતાઓના મેળાપીપણામાં કૌભાંડો ચાલે છે, ભાજપ એ પાર્ટી મજબૂત કરવા જે લોકોની ભરતી કરે છે તે લોકો અત્યાર સુધી ગરીબોની વાત કરતા હતા, એ લોકો એમ જ તો પાર્ટીમાં જતા નથી એમને પણ અપેક્ષા હોય છે, તેવા લોકોને આવા કોન્ટ્રાક્ટમાં જોડી આપે છે,રાજ્યનું ખાણ ખનીજ વિભાગ છે તે મોટાપાયે ચોરી કરાવે છે, જેથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે, લોકોની જમીનો છીનવી લીધી છે,આદિવાસીઓની અને જંગલની જમીનમાં ધંધો ચલાવે છે, ગૌચરની જમીન બાબતે જણાવ્યું હતું કે ગૌચરની જમીન પર પ્રતિબંધ છે, સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ગૌચરની જમીન માં જે દબાણ છે તે દૂર કરો એ અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરો, તેમ છતાં રોજ નવું નવું બાંધકામ અને ખનીજ ખનનની પરમિશન આપી રહ્યા છે,કૌભાંડો અને ચોરી કરવા ડિપાર્ટમેન્ટો બનાવ્યા હોય તેમ લાગે છે,ભાજપ દુનિયામાં એવું બતાવે છે કે દુનિયામાં અમે સૌથી મોટી પાર્ટી બનાવી છે, ભાજપ વાળાએ જ આ દેશને ખાલી કરી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.સુરતમાં હજારો કરોડ ની જમીનનું કૌભાંડ કોની રહેમ નજર હેઠળ થયું તેઓ વેધક પ્રશ્ન કર્યો હતો.વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ડેમમાંથી પાણી છોડી માનવસર્જિત હોનારત કરી તેમાં કેમ એફઆઇઆર કરવામાં આવતી નથી? મોટાપાયે ખેતીને નુકસાન કર્યું, લોકોના ઘરોને નુકસાન થયા, વાહનો ને નુકસાન થયું તમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી, હિન્દુત્વ નું નામ લઇ સરકાર બનાવવાની અને હિન્દુઓને જ ડુબાડી દેવાના તેઓ આક્ષેપ કર્યો હતો.
આદિવાસીઓની જમીન માટે ખનીજ કાઢવાનો છૂટોદોર આપી દીધો છે,જેથી એમ લાગે છે કે સરકાર જેવું કશું છે જ નથી, ભુપેન્દ્ર પટેલે કલેકટરને આદેશ આપવો જોઈએ કે ૭૩ એએ ની જમીન પાછી આપે, લેન્ડ ગ્રેબિગનો કાયદો બનાવ્યો તો ક્યાં કોઈના પર ફરિયાદ કરી છે? ફક્ત પૈસા જ ઉઘરાવી લીધા છે, પૈસા ઉઘરાવવા માટે તમે કાનૂન બનાવી દીધો છે જેથી લોકો પોતાના ત્યાં જ છે,એક્રોસિટીની ઘટનામાં તમે કોઈને સજા કરી નથી,ઝઘડિયા તાલુકામાં ખનીજ ચોરી થાય છે તેની કોઈ પરમિશન નથી છંતા આડેધડ ખનીજ ખનન ચાલે છે જેથી લાગે છે કે સરકાર જેવું કશું છે જ નથી તેવો આક્રોશ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!