(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીની ડીસીએમ કંપનીના ગેટ પાસે પાર્ક કરેલ એક મોટર સાયકલની તા.૨૬ મીના રોજ ચોરી થઈ હતી. કંપનીમાં નોકરી કરતા અમિતસિંહ ભુપેન્દ્રસિંહ દોડિયા રહે.ગામ સારસા તા.ઝઘડિયાના બપોરના સમયે પોતાની મોટર સાયકલ કંપનીના મેઈન ગેટની બાજુમાં પાર્ક કરીને કંપનીમાં નોકરી ઉપર ગયા હતા.નોકરી પુરી થતા રાતના સાડા દસ વાગ્યાના અરસામાં બહાર આવીને જોયું તો મોટર સાયકલ જ્યાં પાર્ક કરીને મુકી હતી ત્યાં હતી નહિ.ત્યાર બાદ મોટર સાયકલ ચોરાઈ હોવા બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.દરમ્યાન ઝઘડિયા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સથી બાતમી મળેલ કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીના ગેટ પાસેથી ચોરી થયેલ મોટર સાયકલ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ યુ.પી.એલ કંપનીની પાછળ આવેલ પાણીની ટાંકી પાસે એક ઝુપડીમાં સંતાડી રાખેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં સદર ચોરીની મોટરસાયકલ ઝુંપડીમાં સતાડી રાખેલ જોવા મળી હતી અને ત્યાં કમલેશ ઈદસસિંહ માવી નામનો એક ઈસમ હાજર હતો.પોલીસે આ ઈસમ પાસે મોટર સાયકલની માલીકીના પુરાવા માંગતા તે રજુ કરી શકેલ નહિ તેમજ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહિ. સદર મોટર સાયકલની ચોરી બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવેલ હતી.પોલીસે રૂપિયા ૬૦,૦૦૦ ની કિંમતની આ મોટર સાયકલ કબ્જે લઈને સદર ઈસમને અટકમાં લઈને તે અન્ય બીજી કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથધરી હતી.