(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ યુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ગેટસનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર મતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ,સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ જેવો વિશ્વ વન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરી હતી.
બિલ ગેટસે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ નિહાળી પ્રભાવિત થયા હતા.