google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratછોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપા ઉમેદવાર જશુ રાઠવા 3,98,777 મતની લીડથી જીત્યા

છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપા ઉમેદવાર જશુ રાઠવા 3,98,777 મતની લીડથી જીત્યા

- ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પીઢ આગેવાન સુખરામ રાઠવાની કારમી હાર : ભાજપના જશુ વસાવાને 7,96,589 મતો મળ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

છોટાઉદેપુર લોકસભાનું અંતિમ પરિણામ જાહેર થયું છે.જેમાં ભાજપાનાં ઉમેદવાર જશુંભાઈ રાઠવાનો જ્વલંત વિજય થયો છે.જયારે સામે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પીઢ આગેવાન સુખરામ રાઠવાની કારમી હાર થઈ છે.

છોટાઉદેપુર લોકસભા બેઠકની મતગણતરી સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુ રાઠવાનો 3,98,777મત થી ભવ્ય વિજય મેળવ્યો છે.

પ્રથમવાર ચૂંટણી લડેલા જશુ રાઠવાની રેકોર્ડબ્રેક જીત થઈ છે.ભાજપનાં જશુ વસાવાને 7,96,589  મત મળ્યા છે.જયારે કોંગ્રેસ સુખરામ રાઠવાને 397812 મત મળ્યા છે.ભાજપના જશુ રાઠવા  3,98,777 મતથી વિજયી ઘોષિત થયા છે.જયારે નોટાનાં 29,655 મત પડ્યા હતા.

પરિણામ બાદ એક તરફ જશુ રાઠવાનું ખુલ્લી કારમાં વિજય સરઘસ નીકળી રહ્યું હતું.તો બીજી તરફ પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવા પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતા વિજય કાફલામા જશુ રાઠવાને સુખરામ રાઠવા અભિનંદન આપવા પગપાળા સામે ચાલીને કાર નજીક પહોંચતા જશુ રાઠવાની કાર રોકાઈ ગઈ હતી અને સુખરામ રાઠવાએ સામે ચાલીને જશુ રાઠવા ની કાર પાસે પહોંચીને હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા અને પછી મજાકની વાતો પણ કરી હતી.હાર – જીત બાદ રાજકારણમાં આવું પણ થતું હોય છે.ખેલદિલી સુખરામ રાઠવાએ બતાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!