google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujarat૪ રાજ્યોની ચૂંટણીમાં ૩ માં ભાજપના ભવ્ય  વિજયના ભરૂચ ભાજપે કર્યા વધામણાં

૪ રાજ્યોની ચૂંટણીમાં ૩ માં ભાજપના ભવ્ય  વિજયના ભરૂચ ભાજપે કર્યા વધામણાં

- કસક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવાયું

ભરૂચ,

૩ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો.

૪ રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભરૂચમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.જેના પગલે ભરૂચ કસક સ્થિત જીલ્લા ભાજપ કર્યાલય ખાતે ધારાસભ્યો,આગેવાનો,પદાધિકારીઓ,કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો.મીઠાઈથી એકમેકનું મોઢું મીઠું કરાયું હતું.

ઉજવણી પ્રસંગે જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણાએઆ ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાનીમાં અથાગ પ્રયત્નો અને જનજનના કરેલા વિકાસને આભારી હોવાનું ગણાવ્યું હતું.આ વિજયને ૨૦૨૪ ની લોકસભાની સેમિફાઈનલ ગણાવી સ્પષ્ટ બહુમતી બદલ જનતાએ આપેલા જનાદેશને વધાવી ફરી ૨૦૨૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

વિજ્યોત્સવની ઉજવણીમાં જીલ્લા સંગઠનના અન્ય હોદેદારો,પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!