google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભાજપ આગેવાન દ્વારા કેઝઘડિયા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કામ કરવાના લોકો...

ભાજપ આગેવાન દ્વારા કેઝઘડિયા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા કામ કરવાના લોકો પાસેથી પૈસા લેવાતા હોવાનો આક્ષેપ

- તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી‌ હતી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલિપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો, ધારા ધોરણ વગર ચાલતા ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા.‌ ભાજપના જ એક આગેવાન હિરલ પટેલ દ્વારા એવો આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અનાજ ની યોજના, વિધવાઓના કામમાં,રાશનકાર્ડ કેવાયસી તેમજ આધારકાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવા આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ બાબતે ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે.એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવાની ખાતરી આપી હતી.મામલતદાર કચેરીમાં લોકોના કામ માટે પૈસા લેવામાં આવતા હોવા બાબતે મામલતદારે જણાવ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી અને આજ દિન સુધી અમોને એવી ફરિયાદ મળી નથી અને આજે ફરિયાદ મળી છે તેમાં નિયમોનુસાર કાર્યવાહી કરીશું તેમ‌ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!