google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે...

ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે : મનસુખ વસવા

- આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે : સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી આપને જાહેરમા ચીમકી આપી - ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાનો તોફાની અંદાજમા ડેડીયાપાડા વિધાનસભામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર : ચૈતર વસાવા સામે કર્યા આકરા પ્રહારો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાના વિધાનસભા વિસ્તાર ડેડીયાપાડા વિસ્તારમા ઝંઝાવાતીચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.ડેડીયાપાડાની ઉમરાણ જાહેરસભાં મનસુખભાઈએ ગજવી હતી અને આપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે.આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે એમ કહી સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જાહેર ચીમકી આપી હતી અને ફાયર બ્રાન્ડ મનસુખ વસાવા ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા.

આપ પાર્ટી દ્વારા મનસુખભાઈનો અધિકારીને ગાળો આપતો જૂનો વિડીયો સોશ્યલ મીડિયા મૂકી સાંસદને બદનામ કરવા સામે સાંસદે જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું કે આવાપ્રજાના કામોના કરે એની શું આરતી ઉતારું?સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે.બાકી હું સીધો સાદો માણસ છું.પણ કામ ના કરે તો બોલવું પડે. અધિકારીઓને એવી ભાષામાં અમારે સમજાવવું પડે છે.આપના સરપંચોને આડે હાથે લેતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના સરપંચો સારું કામ કરે છે.પણ આપ ના સરપંચોને ચેતવણી આપી હતી અને આપ ના સરપંચો ને કહ્યું કે હું ધમકી નથી આપતો પણ ૩ મહિના પછી મારો જ સમય આવવાનો છે.સમજી વિચારી ને આપ પાર્ટીમાં કુદમ કુદ કરજો.આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરે છે.સમય આવશે તો અમે છોડવાના નથી.ભાજપ વાળા પૈસા વહેંચે એવા આપના આક્ષેપોનું ખંડન કરતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે ભાજપ વાળા પૈસા ન વહેંચે.અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છે પૈસા વાળા તો પંજાબ થી આવે છે હરિયાણાથી આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!