google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઅંકલેશ્વર પંકથકના ગામોમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના લોકોનો વિરોધ કરીને ભગાડયા

અંકલેશ્વર પંકથકના ગામોમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના લોકોનો વિરોધ કરીને ભગાડયા

- અંકલેશ્વરના બોરીદ્રા ગામમાં ભાજપના લોકોને ભગાડયા બાદ પુનગામ અને નવાપુનગામમાં પણ ભાજપના લોકોનો વિરોધ કરી ભગાડતાં હોવાના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ - એક આધેડ મહિલાએ તો ધબ્બા મારી ભગાડયા હોવાનો થયો વિડીયો વાયરલ - ભરૂચ જીલ્લામાં પ્રચાર અર્થે નીકળતા ભાજપના લોકોને ઠેર ઠેર મરી રહ્યો છે જાકારો : વિડીયો થઈ રહ્યા છે વાયરલ

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી ને લઈને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે.તો બીજી તરફ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ લાલધૂમ બન્યો છે.જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક ગામોમાં પ્રચાર અર્થે જઈ રહેલા ભાજપના લોકોને ગ્રામજનો લાફાવાડી,પથ્થરમારી અને ધબ્બા મારી ભગાડી રહ્યા હોવાના વાયરલ વીડિયોના પગલે ભાજપ વધુ ચિંતિત બની રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી નો પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે અને મતદાન ને પણ હવે ગણત્રીનો સમય બાકી રહ્યો છે.ત્યારે અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારમાં ભાજપના લોકો ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર પંથકમાં ગતરોજ બોરીદ્રા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપીયાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડયા હતા.જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો.સમાન જમીન સમાન વળતરની માંગ સાથે ભાજપીયાઓને ઉભી પુછડીએ ભગાડયા હોવાના વાયરલ વીડિયોએ ભારે હડકંપ મચાવ્યો છે.
ગુરુવારની સવાર થતા જ અંકલેશ્વર તરફના પુનગામમાં ભાજપીયાઓ પ્રચાર અર્થે ગયા હતા જેમાં પુનગામ અને નવા પુનગામમાં પ્રચાર અર્થે પહોંચેલા ભાજપીયાઓને ગ્રામજનો ઘેરી વળ્યાં હતા અને ગામ માં પ્રચાર કરવાનું કોને કહ્યું કહી ગ્રામજનોએ પ્રચાર અર્થે આવેલા ભાજપીયાઓને રીસલ ના ઝપાઝપી કરી ભગાડયા હતા અને ઝપાઝપીમાં મારામારીના દ્રશ્યો પણ વીડિયોમાં કેદ થયા છે.જેમાં એક આધેડ મહિલા ભાજપનો પ્રચાર કરવા આવેલા ને ધબ્બા મારી જમીન ઉપર પડેલો પથ્થર મારતા તેમજ એક ને તો કોલર પકડીને લાફાવાળી કરાતા હોવાના વિડીયો સતત સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.ભાજપીયાઓએ પણ ગામના લોકો ઉપર હુમલો કર્યો હોય જેના પગલે ગ્રામજનો પણ રોષે ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મોદીના જન્મદિવસને લઈ નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિમાં ભાજપીયાઓ ભૂગર્ભ માં ઉતરી ગયા હતા અને ચૂંટણી આવતા ગામમાં પ્રચાર અર્થે આવતા પૂર વખતનો ગુસ્સો ગ્રામજનોએ ઉતારી ભાજપીયાઓને ભગાડયા હતા અને લોકોમાં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે અને ભાજપીયાઓને ભગાડયા હોય તેના વિડીયો પણ મોબાઈલમાં કેદ કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી સત્તાપક્ષને જાકારો આપી રહ્યા છે.તો બીજી તરફ અંકલેશ્વરના પુનગામે પ્રચાર અર્થે ઉતરેલા ક્ષત્રિય ભાજપના હોદ્દેદારોને ગ્રામજનોએ ભગાડતાં એક ક્ષત્રિય આગેવાને ગામના યુવાન ઉપર હુમલો કરતા હાથમાં ફેક્ચર થતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.
રૂપાલા એ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 150 લોકોની ઉપસ્થિતિ વચ્ચે રાજપૂત સંમેલન નહિ પંરતુ ભાજપૂત સંમેલન હતું અને સંમેલનમાં બેનર શુધ્ધા લગાવ્યું ન હતું અને સ્ટેજ ઉપર 75 ટકા ભાજપના જ ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત હોય એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે આ રાજપૂત નહિ ભાજપૂત સંમેલન હતું.પણ જે પ્રકારે લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે જોતા ભાજપ બોખલાઈ ગયું હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે તેમ ક્ષત્રિય સમાજના અગ્રણી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું.
ભાજપમાં ક્ષત્રિય સમાજના નેતાઓને દબાણ કરીને ભાજપૂત સંમેલનમાં બોલાવ્યા છે આ રાજપૂત સંમેલન ન હતું પરંતુ ભાજપૂત સંમેલન હતું.પરંતુ પક્ષમાં પોતાની વાહવાહી કરાવવા માટે ક્ષત્રિયો ભાજપ સાથે છે તેવું નાટક ઉભું કરવા માટે નું સંમેલન હતું આમાં મોટા ભાગના ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના લોકો જ ફોટા અને વીડિયોમાં જોવા મળે છે અને તે સાબિત કરે છે આ સમાજના હિતમાં નહિ પરંતુ પક્ષના હિતમાં સંમેલન કરાયું હોય તેમ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના વિરપાલસિંહ અટોદરિયાએ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રાજપૂત અને ભાજપૂત તેમ બે ભાગલા પડયા.ઘણા ક્ષત્રિય પક્ષને વફાદાર તો ઘણા ક્ષત્રિયો સમાજને વફાદાર રહી સમાજની દીકરીઓ ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરનારને સબક શીખવાડવાના પ્રયાસો કરી રહ્યા છે.પરંતુ ક્ષત્રિય સમાજ માટે પક્ષ મોટો કે સમાજ તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!