(સંજય પટેલ,જંબુસર)
ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાનો ચૂંટણી પ્રચાર પ્રારંભ જંબુસર તાલુકાના સીગામ ખાતેથી કરવામાં આવ્યો અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી,વિજય સ્વામી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,પ્રભારી હર્ષદભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
મનસુખભાઈ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું અને સાંગડીના આદિવાસી ભાઈઓ દ્વારા તીર કામઠું તથા સીગામ યાદવ સમાજ દ્વારા તલવાર ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રોજગારી વધી છે અને ગરીબી ઘટી છે.ભાજપા સરકારની પ્રજા કલ્યાણકારી વિવિધ યોજનાઓ અમલમાં છે.જેનો છેવાડાના માનવીએ લાભ લીધા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વિકાસના કામો જંબુસર વિધાનસભામાં થયા છે અને મનસુખ વસવા વિવિધતામાં એકતામાં માનનારા છે.લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બોલ્યા છે તે તમામ કાર્યો કર્યા છે.સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સ્વપ્ન હતું તે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ રાખી ન શકે,વિશ્વની હરોળમાં દેશને વિકાસની હરોળમાં લઈ જઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે તથા દેશને અખંડ રાખવાનો કાર્ય ભાજપા કરે છે.રામ મંદિર નિર્માણ,૩૭૦ મી કલમ,પ્રજાહિત,રાષ્ટ્રહિતના કાયદા લાવ્યા, પહેલાની સરકારોમાં ભારતની સરહદો સલામત ન હોતી.દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હતી વિદેશી ભંડોળ થકી દેશને તોડવાનું કાર્ય થતું હતું, જ્યારે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ભાજપ કરે છે.સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રથી કાર્ય કરે છે. તે સહિત ભાજપા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની વાત કરી પારદર્શક વહીવટ આ રામરાજ્ય કહેવાય તેમ ઉપસ્થિત જણાવ્યું હતું.આગામી દિવસોમાં મહિલા,ગરીબોના ઉત્થાન માટે વિદેશી સત્તા સાથે વેપાર ઉદ્યોગના કરાર થશે તથા જંબુસર વિધાનસભા વિસ્તારમાં ઉદ્યોગો આવશે,કૌશલ્ય વર્ધન કેન્દ્ર, અધ્યતન આઈટીઆઈ શરૂ કર્યા જે ના થકી સ્થાનિકોને રોજગારી મળશે. પ્રધાનમંત્રીનો સંકલ્પ છે ભારતને આત્મ નિર્ભર બનાવવાનો તે પૂર્ણ કરવાનો છે. તેમ જણાવ્યું હતું.સદર સંમેલનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ,તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, એપીએમસી ચેરમેન વિરલ મોરી સહિત તાલુકા અગ્રણીઓ, કાવી જિલ્લા પંચાયત અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
ભાજપા કાર્યકર્તા સંમેલન સીગામ ખાતે યોજાયું હતું જેમાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ પંડ્યા અને સાથી મિત્રો શંકરલાલ પ્રજાપતિ, દીનાબેન મહેતા, સહિત ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પૂર્વ ઉપ-પ્રમુખ સંજયભાઈ ગાંધી ભાજપમાં વિધિવત જોડાયા હતા અને તેમને મનસુખ વસાવા સહિત ઉપસ્થિતોના હસ્તે ખેસ ધારણ કરી ભાજપના રંગે રંગાયા હતા.આ પ્રસંગે હાજર તમામ લોકોએ આવકાર્યા હતા.