google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratછોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપના જશુભાઈ રાઠવાનો ડોર ટુ ડોર જનસંપર્ક

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપના જશુભાઈ રાઠવાનો ડોર ટુ ડોર જનસંપર્ક

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

લોકસભા ચુંટણીનો માહોલ જામી ગયો છે. દેશમાં બે તબક્કાનું મતદાન થઇ ગયું છે. હવે ત્રીજા તબક્કામાં ૭ મી મેના રોજ ગુજરાતમાં ચૂંટણીઓ યોજવાની છે. જેને લઈ પ્રચાર પડઘમ પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.આ સાથે જ દરેક પક્ષના આગેવાનો અને કાર્યકરો પણ આ પ્રચાર કામગીરીમાં લાગી ગયા છે. ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં ભાજપાના ઉમેદવાર જશુભાઇ રાઠવા,પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,પૂર્વ જિલ્લા સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા,પાવીજેતપુર તાલુકાના સંગઠન પ્રમુખ બાબુભાઈ રાઠવા,મહામંત્રી ચંદ્રશિહભાઈ કોળી,તેમજ તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને કાર્યકરો હવે ડોર ટુ ડોર પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે.

ભાજપાના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા આજે કલારાણી મુખ્ય બજારમાં વેપારીઓની દુકાને દુકાને તેમજ વાહન ચાલકો રસ્તે જતા રાહદારીઓ વગેરેને પ્રચાર પ્રસારના ભાગરૂપે સંપર્ક કર્યો હતો.આ સંપર્કમાં તેમણે ૭ મી મેના યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મત આપીને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી. 

આ અંગે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર લોકો માટે સંવેદનશીલ કામગીરી કરી રહી છે.ગ્રામ્ય વિસ્તાર માટે સરકારની અનેક યોજનાઓ ચાલી રહી છે તેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયુ છે.તેમજ મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!