google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડીયા વિધાનસભામાં લીડ ઘટતા ભાજપની નેતાગીરી ચિંતાતુર

ઝઘડીયા વિધાનસભામાં લીડ ઘટતા ભાજપની નેતાગીરી ચિંતાતુર

- વિધાનસભામાં ૨૩,૦૦૦ લીડ મળી,લોકસભાની ચુંટણીમાં ૩૫,૮૯૦ લીડ ઘટવાનું કારણ શું? - તમામ તા.પંચાયત,જી.પંચાયતમાં ભાજપનું શાસન ઉપર પકડ ઢીલી કેમ થઈ?

(વિજય વસાવા,નેત્રંગ) 

ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપના મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.ચૈતર વસાવાને ડેડીયાપાડા અને ઝઘડીયા વિધાનસભા માંથી ભરપુર મતો મળ્યા છે.જ્યારે મનસુખ વસાવા અંકલેશ્વર,ભરૂચ,જંબુસર,વાગરા અને કરજણ વિધાનસભા બેઠક ઉપરથી મળેલા મતોના કારણે ૮૮,૦૦૦ વિજયી બન્યા છે.ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય હોવાથી મતદારો એક તરફી મતદાન કર્યું હતું.ઝઘડીયા વિધાનસભામાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર રિતેશ વસાવાની આગેવાનીમાં ભાજપ જીત્યું હતું.વાલીયા,નેત્રંગ અને ઝઘડીયા તાલુકા પંચાપતમાં ભાજપનો કબ્જો છે.જીલ્લા પંચાયતની બેઠકો ભાજપની છે.તેવા સંજોગોમાં ઝઘડીયા વિધાનસભામાં લીડ ઘટતા ભાજપની નેતાગીરી ચિંતાતુર જણાઈ રહી છે.

એક દોઢ વર્ષ પહેલા યોજાયેલ ઝઘડીયા વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ૨૩,૦૦૦ લીડ મળી હતી.ભરૂચ લોકસભાની ચુંટણીમાં ઝઘડીયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપની ૩૫,૮૯૦ લીડ ઘટવાનું કારણ શું? તે બાબતે વ્યાપક ચર્ચાનો દોર શરૂ થયો છે.ભાજપ સમર્પિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો અને જીલ્લા પંચાયતના સભ્યો સહિત પદાધિકારીઓના વિસ્તારમાં ભાજપનું ભારે ધોવાણ થયું છે.ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવી રહ્યા છે કે મને ટિકિટ નહીં મળે અને હું ચુંટણી હારી જાવ કેટલીક નેતાગીરી કામે લાગી હતી તેવા નિવેદનથી ભારે રાજકારણ ગરમાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!