google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ ખાતે ભાજપનું વાગરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું : મનસુખ વસાવાનું આપ...

ભરૂચ ખાતે ભાજપનું વાગરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું : મનસુખ વસાવાનું આપ પર નિશાન

- આપ કોંગ્રેસનું નામો નિશાન મીટાવી દેશે : ભરૂચ લોકસભામાં કોંગ્રેસ આપના શરણે થઈ ગઈ - ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ૧૫૧ વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.જેમાં મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ  રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી મોદી માટે મત માંગ્યા હતા.ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે.ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ૧૫૧ વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ વાગરા વીક નથી પણ ભાજપ અને મનસુખ વસાવા માટે અડીખમ હોવાનું કહી મોદી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વર્ણવી આ ચૂંટણી મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની હોવાનું કહી આ માટે મોદીને મત આપવા માટે આહવાન કર્યું હતું.કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહાર કરવા સાથે વચેટિયા અને હપ્તા ખોર ક્હ્યા હતા.તેઓએ કોંગ્રેસના આગેવાનોને પણ ચેતવતા કહ્યું હતું કે આપ કોંગ્રેસને પૂરી કરી નાખશે. કોંગ્રેસ આપને શરણે થઈ ગઈ છે ત્યારે આપ કોંગ્રેસને પૂરી કરી નાંખશે.વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમ્યાન વિજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓની મોબાઈલ ટોર્ચ મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો હતો.

ભરૂચ,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!